National

ઈન્ડિગોની બુકિંગ સિસ્ટમ અચાનક ફેલ, એરપોર્ટ પર લાગી કતારો, મુસાફરો પરેશાન

નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈન્સને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીની બુકિંગ સિસ્ટમમાં ખામીને કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ છે. શનિવારે બપોરે 12 વાગ્યાથી એરલાઇનની બુકિંગ સિસ્ટમ પ્રભાવિત થવાનું શરૂ થયું હતું અને લગભગ એક કલાક પછી લગભગ 1.05 વાગ્યે કામગીરી ફરી શરૂ થઈ શકી હતી.

જોકે, ઈન્ડિગો બુકિંગ સિસ્ટમ હજુ પણ ડાઉન છે અને યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે કંપની દ્વારા માહિતી પણ શેર કરવામાં આવી છે. નેટવર્ક સ્લોડાઉનને કારણે સમસ્યાઃ ઈન્ડિગો એરલાઈન્સે આ સમસ્યા અંગે નિવેદન જારી કરીને કહ્યું છે કે અમે હાલમાં અમારા નેટવર્કમાં અસ્થાયી સિસ્ટમ એરરનો અનુભવ કરી રહ્યા છીએ, જેના કારણે અમારી વેબસાઈટ અને બુકિંગ સિસ્ટમ પ્રભાવિત થઈ રહી છે.

પરિણામે અમારા ગ્રાહકો એરપોર્ટ પર ધીમા ચેક-ઇન અને લાંબી કતારો સહિત પ્રતીક્ષાના સમયમાં વધારો અનુભવી શકે છે. આ અંગે એરલાઈન્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ સમસ્યા માટે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. એરલાઈન્સ કંપનીના સમગ્ર નેટવર્કમાં આ ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે કલાકોની મહેનત પછી પણ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિએ કામ કરી રહી છે.

બુકિંગ સિસ્ટમ અને ઈન્ડિગોની વેબસાઈટમાં આ અચાનક ગરબડ વચ્ચે એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારી એરપોર્ટ ટીમ તમામ મુસાફરોને મદદ કરવા અને તેમની મુસાફરી દરમિયાન આવતી સમસ્યાઓને દૂર કરવા માટે કામ કરી રહી છે.

ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર એક પોસ્ટમાં લખ્યું, નિશ્ચિંત રહો, અમે ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. તમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને આ સમય દરમિયાન તમારી સમજણ અને ધૈર્યની પ્રશંસા કરીએ છીએ.

Most Popular

To Top