Entertainment

કેટરીના સહિત બોલીવુડની આ અભિનેત્રીઓ જોડાવા જઈ રહી છે લગ્નના પવિત્ર બંધનમાં, પાંચમી અભિનેત્રી તો રણબીર કપૂરની ભાભી બનશે

કોરોનાના સંકટના વાદળો દૂર થતાં જ દેશભરમાં લગ્નની મૌસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. ત્યારે બોલિવુડ પણ પાછળ નથી. બે વર્ષથી ફિલ્મોથી દૂર અભિનેતા અને અભિનેત્રીઓ હવે પ્રભુતામાં પગલાં માંડવાની તૈયારી કરવા માંડ્યા છે. આ વર્ષે ઠંડીની મૌસમમાં ટોચની અભિનેત્રી કેટરીના કૈફ તેના પ્રેમી અને સફળ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કરી રહી છે. કેટરીના અને વિક્કીના લગ્ન તો શરૂઆત છે. આ વર્ષે અનેક અભિનેત્રી અને અભિનેતાઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ કયા સેલિબ્રિટીઓ કપલ બનવા જઈ રહ્યાં છે.

આ ઈન્ટરનેશનલ ફોટોગ્રાફર કેટરીના અને કૌશલના લગ્નના ફોટા ક્લીક કરશે

સૌથી પહેલાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની વાત કરીએ. 7થી 9 ડિસેમ્બર દરમિયાન આ બંને જણા લગ્નગ્રંથિથી જોડાવાના છે. રાજસ્થાનના પેલેસમાં તેમના લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ઓમીક્રોન વાયરસના જોખમ વચ્ચે તેઓએ મહેમાનોની યાદી ટૂંકાવી દીધી હોવાની પણ માહિતી મળી રહી છે. લગ્નના ભવ્ય સમારોહમાં પધારનારા મોંઘેરા મહેમાનો માટે 45 જેટલી હોટલ બુક કરાવી લેવામાં આવી છે. સુ્ંદરતાની રાણી કેટરીના કૈફને લગ્નના જોડાંમાં કૈદ કરવા માટે ઈન્ટરનેશનલ ફોટોગ્રાફર્સને બોલાવવામાં આવ્યા છે. મારિયો ટેસ્ટિનને કૈટરીના અને વિક્કી કૌશલના લગ્નના ફોટા ક્લીક કરશે. આ પહેલાં બંને જણા કોર્ટમાં લગ્ન કરશે તેવી પણ માહિતી મળી છે.

Katrina Kaif-Vicky Kaushal wedding: Amid Omicron scare, couple lays down  special list of Covid, privacy rules for guests

તમને કહી દઈએ કે કૈટરીના કે વિક્કી તરફથી લગ્ન વિશે કોઈ ઓફિશીયલ એનાઉસમેન્ટ કરવામાં આવી નથી. તેમની પીઆર ટીમ દ્વારા પણ કોઈ જાહેરાત કરાઈ નથી, પરંતુ રાજસ્થાન અને મુંબઈમાં કૈફ અને કૌશલની આસપાસ ચાલતી હલચલના લીધે લગ્નની શરણાઈઓ ટૂંક સમયમાં જ વાગે તેવા એંધાણ મળી રહ્યાં છે.

સોનાક્ષી સિન્હા સલમાન ખાન ની સંબંધી બની શકે છે, કરી શકે છે આમની સાથે લગ્ન

વિરાટ કોહલીના મિત્ર સાથે સોનાક્ષી સિન્હા લગ્ન કરશે

શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી સોનાક્ષી સેલિબ્રિટી મેનેજર બંટી સચદેવાની સાથે રિલેશનશિપમાં છે તેમજ સોનાક્ષી બંટી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે. સોનાક્ષી અને બંટી સારા મિત્રો છે. બંને મોટા ભાગે સાથે જ પાર્ટીઓમાં દેખાય આવે છે. બંટી સોહેલ ખાનનો સાળો છે. બંટીની પીઆર એજન્સી ‘કોર્નર સ્ટોન’નો માલિકી હક ધરાવે છે. બંટીના અગાઉ 2009માં અંબિકા ચૌહાણ સાથે લગ્ન થઈ ચૂક્યા છે અને લગ્નના 4 વર્ષ બાદ છૂટાછેડા પણ થઈ ગયા છે. જાણવા મળ્યું છે કે તે વિરાટ કોહલીનો સારો મિત્ર છે. તેમજ વિરાટ કોહલીનું સંચાલન કરતી સ્પોર્ટ્સ મેનેજર કંપનીના CEO છે. આ અગાઉ પણ બંટીનું નામ સુષ્મિતા સેન, દીયા મિર્ઝા, નેહા ધુપિયા અને સમીરા રેડ્ડી જેવી એકટ્રેસો સાથે જોડાઈ ચૂક્યું છે.

Mouni Roy: આવી ગઈ મૌની રોયના લગ્નની તારીખ!, દુબઈના બિઝનેસમેન સાથે લેશે સાત  ફેરા - will mouni roy and boyfriend suraj nambiar tie knot on 27th january  next year | I am Gujarat

મોની રોય દુબઈના બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઈ રહી છે

મોની રોય પણ જાન્યુઆરી 2022માં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન ગ્રંથિમાં જોડાવા જઈ રહી છે. આ કપલ એકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ખબર છેલ્લા કેટલાક સમયથી બહાર આવી રહી હતી. તેઓના લગ્ન અંગેની જાણકારી મોનીનાં કઝીન ભાઈ વિદ્યુતે પોતાનાં હોમ ટાઉન કૂચના એક ન્યૂઝ પેપરને આપી હતી. સાથે જ જણાવ્યું હતું કે લગ્ન ઈટલી અથવા દુબઈમાં થશે તેમજ રિસેપ્શન કૂચના બિહારમાં થશે. જણાવી દઈએ સૂરજ દુબઈ સ્થિત એક બિઝનેસમેન છે.

આલિયા ભટ્ટ આપી રહી હતી ઇન્ટરવ્યૂ, અચાનક પાછળ શર્ટલેસ ફરતા દેખાયા રણબીર  કપૂર...

આલિયા અને રણબીર આવતા વર્ષે લગ્ન કરે તેવી ચર્ચા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વાત કરીએ તો બંને છેલ્લા 4 વર્ષ એટલેકે વર્ષ 2017 થી રિલેશનશીપમાં છે. તેઓ તેઓની અપકમિંગ મૂવી બ્રહ્માસ્ત્રનાં શુટિંગ દરમિયાન પ્રેમમાં પડયા હતાં. મોટેભાગે તેઓ સાથે જોવા મળે છે અને ચર્ચામાં પણ રહે છે. માહિતી અનુસાર આ બંને કપલ આગામી વર્ષે લગ્ન કરશે.

PICS: આ હોટ અભિનેત્રી બનશે આલિયાની દેરાણી!, બોલ્ડનેસમાં તો ભલભલી અભિનેત્રીઓ  તેની આગળ પાણી ભરે | News in Gujarati

તારા સુતરીયા પણ પ્રેમમાં પડી, જલ્દી જ લગ્ન કરે તેવી શક્યતા

તારા સુતરિયા અને આદર જૈન પણ ચર્ચામાં ચાલી રહ્યા છે. તેઓએ ઈન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટથી પોતાનો પ્રેમ એકબીજા માટે વ્યકત કર્યો હતો. આ કપલ પણ આવતા વર્ષે લગ્ન કરશે એવી માહિતી મળી આવી છે. તમને જણાવી દઈએ કે આદર જૈન એ રણબીર અને કરિના કપૂરનો કઝીન છે. આદર જૈન એ રાજ કપૂરની દીકરી રીમા જૈનનો દીકરો છે. જો આદર અને તારા સુતરીયાના લગ્ન થાય છે તો તે રણબીર કપૂરની ભાભી બનશે.

Most Popular

To Top