World

પુતિને જે મંત્રીને બરતરફ કર્યા હતા તેનો મૃતદેહ થોડા કલાકો પછી મળ્યો, તેણે પોતાને ગોળી મારી

રશિયાના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોઇટે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને થોડા કલાકો પહેલા રોમન સ્ટારોવોઇટને બરતરફ કર્યા હતા. રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમનો મૃતદેહ તેમની કારમાંથી મળી આવ્યો હતો.

ભ્રષ્ટાચારના આરોપોને કારણે બરતરફ
યુક્રેનની સરહદે આવેલા કુર્સ્ક પ્રદેશના ગવર્નર તરીકે લગભગ 5 વર્ષ ગાળ્યા બાદ તેમને મે 2024 માં પરિવહન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રશિયાના ઉડ્ડયન અને શિપિંગ ક્ષેત્રોમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે સ્ટારોવોઇટને બરતરફ કરવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર સ્ટારોવોઇટે આત્મહત્યા કરી છે. સ્ટારોવોઇટના સ્થાને નાયબ પરિવહન મંત્રી આન્દ્રે નિકિતિનને લેવામાં આવ્યા છે જે હવે કાર્યકારી પરિવહન મંત્રી તરીકે સેવા આપશે.

રોમન સ્ટારોવોઇટને બરતરફ કરવાની તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી હતી
રોઇટર્સના અહેવાલ મુજબ ગયા મહિને સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ પહેલા રોમન સ્ટારોવોઇટના સ્થાને આન્દ્રે નિકિતિનને મંત્રી તરીકે નિયુક્ત કરવાની યોજના ચાલી રહી હતી. રોમન સ્ટારોવોઇટે કુર્સ્ક પ્રદેશના ગવર્નર પદ છોડ્યાના બે મહિના પછી યુક્રેનિયન સૈનિકો સરહદ પાર કરીને કુર્સ્કમાં પ્રવેશ્યા. આ વર્ષની શરૂઆતમાં રશિયન સેનાએ યુક્રેનિયન દળોને કુર્સ્કમાંથી હાંકી કાઢ્યા હતા. આ પછી કુર્સ્કમાં કેટલાક પ્રાદેશિક અધિકારીઓની સત્તાના દુરુપયોગના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

રોમન સ્ટારોવોઇટને રશિયામાં ભૌતિક અને સામાજિક માળખાં વિકસાવનારા નેતા માનવામાં આવતા હતા. તેમણે રશિયામાં રસ્તાઓનું નેટવર્ક બનાવ્યું હતું. તેમના કાર્યથી ખુશ થઈને પુતિને તેમને કુર્સ્ક પ્રદેશના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા. પહેલા તેમને નાયબ પરિવહન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી અને પછી તેમને બઢતી આપવામાં આવી હતી.

Most Popular

To Top