સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા (યુ.એસ.એ.)માં સાયકોન્યૂરોઇમ્યુનોલોજિસ્ટ તરીકે ડૉ. વિલિયમ ફ્રાય થઇ ગયેલા. માનવશરીરનાં વાણી, વર્તન અને વિચારની મગજ ઉપર શું અસર થાય અને તેને કારણે શરીરની ઇમ્યુન સિસ્ટીમમાં જે ફેરફાર થાય તે અંગે તેઓએ સંશોધન કરેલું. કહેવાય છે કે, ૧૯૬૦ ના વર્ષમાં તેમને એક નવાઈભર્યો અનુભવ થયેલો. તેઓએ પોતાના માનસિક રોગોનાં દર્દીઓને અલગ અલગ સમયે રૂમમાં બેસાડી તેમને ફક્ત આનંદ આપવા લોરેલ હાર્ડિ, ચાર્લી ચેપ્લીન અને થ્રી સ્ટુજીસ જેવી હાસ્યરસિક ફિલ્મો અને ટેલિવિઝન પર આવતા કોમેડી કાર્યક્રમો રોજ બતાવેલા. તેમણે જોયું કે બધાં જ દર્દીઓ ફિલ્મ જોઈને ખૂબ હસતા હતા. થોડા સમય પછી તેઓને આનંદ એ વાતનો થયો કે તેમના માનસિક રોગોનાં દર્દીઓમાંથી ઘણાની તબિયત કોઈ વિશેષ ઉપચાર વગર એમ ને એમ સુધરવા માંડેલી. આ વાંચેલી વાત એટલા માટે પ્રસ્તુત કરી કે, હાસ્યમાં શું તાકાત છે, એનો અંદાઝ આવે..! અમે અમસ્તા હાસ્યના રવાડે ચઢયાં..? વાત કરો છો..?
એક વાત પાક્કી કે, જેને ખીખીખીખી કરતાં આવડી ગયું, એનાં ઘરે આધિ-વ્યાધિ કે ઉપાધિ ધામો નાંખતી નથી. મોંઘવારી ટાલ પાડે તો ભલે પાડે, આગળ જતાં ટાલ પણ ફેશન બની જાય. જુઓ ને, ભગવાને ઢગલેબંધ પશુ-પક્ષીઓ બનાવ્યાં, અમુકમાં તો માણસને ખેંખડી બનાવ્યો, પણ માણસ કરતાં પણ માલ વધારે નાંખ્યો છે, જેમ કે, હાથી, ગેંડો, હિપોપોટેમસ વગેરે..! છતાં, હાસ્યની કસ્તુરી તો માણસને જ આપેલી. ‘બોડી-મટેરિયલ’ કરતાં બુધ્ધિ વધારે આપેલી. એટલે તો બીજાં કોઈ પ્રાણી ખૂણે જઈને પણ બેવડ વળીને હસી શકતાં નથી, ત્યારે માણસ ન્હાતાં-ન્હાતાં પણ હસી કાઢે..! પછી તો જેવો જેવો દેહ..!
એક વાત તો નક્કી કે, દરેકનો આયામ સુખી રહેવાનો છે. સુખી થવા માટેના બે જ રસ્તા અકસીર..! ક્યાં તો ખડખડાટ હસો, ક્યાં તો કુંભકર્ણની માફક ઘસઘસાટ ઊંઘો..! દુ:ખી થવું હોય તો કકળાટ કરો ને ક્યાં તો રસોડામાં જઈને ‘બડબડાટ’ કરો..! આખું આલમ જાણે, કે ‘બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ’ પાસે સૃષ્ટિનું સંચાલન છે. એમ શરીરનું સંચાલન કરવામાં ‘શૃંગાર-કરુણ અને વીર’ રસનો હાથ છે. હાસ્યરસ એ શૃંગાર રસની જ ફ્રેન્ચાઈસી છે. જેનો હવાલો માત્ર માણસ પાસે છે. સુખી થવું હોય તો હસો-હસાવો અને હસી કાઢો..! પ્રસન્ન ચિત્તની પ્રાપ્તિનું એ બિયારણ છે. પ્રાણી કે પક્ષી હસવાની નકલ કરી શકે, પણ હસી શકતાં નથી. પણ માણસ જાતને આ મંગલ મસ્તીની પડી જ ક્યાં છે..? એણે તો પૈસ્સાની દૌડમાં ભાગદૌડ કરવી છે. ત્યાં સુધી કે, પરિવાર સુદ્ધાંને હાંસિયામાં મૂકી દે..! ‘હાય મારો પૈસો’ સિવાય બીજું યાદ જ નહિ આવે. લોકો ટેન્શનને કરંટ ખાતામાં રાખે ને હાસ્યની ફીક્ષ ડીપોઝીટ બનાવે. ડીપોઝીટ રીન્યુ કર્યા કરે, પણ ઘરમાં માંગલિક પ્રસંગ આવે તો પણ વટાવે નહિ..! એટલે તો અનાથાશ્રમમાંથી છોકરું દત્તક લીધું હોય એમ, ‘હાસ્ય’ ને બંદાએ દત્તક લીધેલું. નેતાઓ ગામનાં ગામ દત્તક લે, ત્યારે મેં હસવા-હસાવવાની વૃતિ દત્તક લીધેલી. હમ ભી ખુશ ઔર દુનિયા ભી ખુશ..!
હસવા માટે કોઈ મશીનરીની જરૂર પડતી જ નથી. જેને હસવું જ છે, એ રશિયાની દાનત કે, ડીઝલ-પેટ્રોલના ભાવવધારાને માણીને પણ હસી શકે. માણસની શારીરિક ભૂગોળ જોઇને પણ હસી શકે. શરીર ઉપર એકાદ ચિંતન લટાર લગાવીને જુઓ તો ખરાં, કે ભગવાને એક-એક પાર્ટ્સ કેવો બુદ્ધિપૂર્વકનો શરીરમાં ગોઠવેલો છે..? હૃદયને ઢીંચણમાં મૂક્યું નથી. આંખને બોચીમાં ફીટ કરી નથી. મોંઢું બરડા ઉપર ચોંટાડેલું નથી. માત્ર કલ્પના કરી જુઓ કે, આવું થયું હોય તો, માણસે દિનચર્યા કરવા માટે પણ રોજનો મજૂર રાખવો પડ્યો હોત..! જવાનું થાય ત્યારે મારે તો ભગવાનને પૂછવું છે કે, ‘પ્રભુ..! કયા ડીઝાઈનર પાસે આ શરીરની ડીઝાઈન તમે કરાવેલી..? સાલી કોઈ ‘મિસ્ટેક’ જ નહિ..? એક પણ પાર્ટ્સ ચાઈનાથી આયાત કરેલો નથી બોલ્લો..! જોઈન્ટ એવાં સોલ્લીડ કે, એક પણ પાર્ટ્સમાં ઝારણ જોવા નહિ મળે..! કોઈ પાર્ટ્સ લીકેજ નહિ થાય. દરેક પાર્ટ્સની વળી સમજદારી કેવી..? બધાં જ એકબીજાના સહયોગી ને પૂરક..! દાઢી અને દાંત ભલે મોડા આવ્યા હોય, તો પણ એની સાથે વેઢોવંચો નહિ, સંપીલા રહે.
સિનિયોરીટીની લડાઈ જ નહિ. જીભના વાંકે, ક્યારેક કોઈ હાડકાં-પાંસળાં તોડી ગયું હોય તો, જીભ સાથે યુદ્ધનું રણશિંગું નહિ ફૂંકે, લાડથી ઉછેરે. દાંતે જીભને કચડી મારી હોય તો, ચાવેલો માલ જઠરે અટકાવ્યો નથી. દાંતોએ હડતાળ પાડી નથી. માથાના ભાગને ન્યાત બહાર કાઢીને તગેડી મૂક્યું નથી. નહિ કોઈ સુપરવાઈઝર કે નહિ કોઈ રખેવાળ..! વ્યવસ્થા જ એવી ગોઠવેલી કે, કોઈને ધક્કા મારવા જ નહિ પડે. બધું જ સિસ્ટેમેટીક, મેથેમેટિકસ ને ઓટોમેટીક..! એકતાનો અદ્ભુત નમૂનો એટલે શરીર..! બધાંની એક જ ધૂન કે, ભગવાનનું નામ બગડવું જોઈએ નહિ..! જીવે ત્યાં સુધી માણસને જલસા કરવા દેવાના..! પણ માણસને ક્યાં કોઈની કદર છે? ભગવાનને થેન્ક્સ કહેવાની વાત તો ગટરમાં ગઈ, એની રચનામાં પણ ખામી કાઢે..! શ્રીશ્રી ભગો ઘણી વાર કહે કે, ભગવાને એક ભૂલ તો કરેલી, વાંહો આઈ મીન..બરડો પાછળને બદલે આગળ આપવો જોઈતો હતો.
બરડા ઉપર પાછળથી કોઈ પ્રહાર કરી ગયું તો ખબર તો પડે કે, કોણ ભટકો મારી ગયું? એ જોવા એકાદ-બે આંખ પણ પાછળ આપવી જોઈતી હતી. એના કપાળમાં કાંદા ફોડું, આપેલી આંખ તો પવિત્ર રાખ..! જેટલી આપી છે એટલી જ સખણી રાખ ને..? ઘડિયાળ જેવું ઘડિયાળ પાંચ-છ વર્ષમાં ખોટકાઈ જાય, ને ભગવાને આપેલા હૃદયનું કારખાનું અટક્યા વગર ચાલતું રહે એની કદર તો કર..! પણ એનો આનંદ જ નહિ ને બોલ્લો..! શરીર તો ભાડાનું મકાન છે. ભાડાના મકાનમાં મસ્તી કરીએ છીએ એ જ બધાં ભૂલી જાય..! મને કહે, શરીરની સાથે ભગવાને ગેરંટી કાર્ડ પણ આપવો જોઈએ.
એના કપાળમાં કાંદા ફોડું, શરીર તે કોઈ મશીનરી છે કે, જનમ આપે તેની સાથે શરીરનો નકશો ને એસેસરીના સ્પેરપાર્ટસનું લીસ્ટ પણ આપે..! સારું છે કે, એક્સપાયરી ડેઇટ માંગતો નથી..! શરીર શરીરનું કામ કર્યા કરે, બાકી અમુક તો એ પણ નહિ જાણતા હોય કે, શરીરના પાછળના ભાગને બરડો કહેવાય..! ક્યારેય બરડા પાછળ જોયેલું હોય તો ને..? બરડો કાયર પાડે, ત્યારે ધંતુરાને ખબર પડે કે, શરીરના પાછલા ભાગને છાતી નહિ કહેવાય..! ઢીંચણ ઓળખવામાં તો હજી આજેય એ અજ્ઞાની.! ઢીંચણનું પૂછીએ તો પેટ બતાવે, ને કીડનીનું પૂછીએ તો માથામાં આવેલી છે એવું કહે. જ્ઞાની ખરો, પણ પેટ સિવાય શારીરિક મામલે સંપૂર્ણ અજ્ઞાની..! મને કહે, આ બધું જાણવાની જરૂર પણ શું..? બાપુએ શું કહેલું કે, કોઈના કામમાં દખલગીરી કરવી નહિ..! એના કપાળમાં મંગલ મસ્તીના વાવેતર કરું..! લાસ્ટ ધ બોલ દુનિયાનો આ દસ્તુર છે કે, ૧૦૮ મણકાની માળા ફેરવતી વખતે માણસનું મન ભટકે, પણ હમણાં ૫૦૦ ની નોટનું બંડલ ગણવા આપ્યું હોય તો, મન સ્થિર થઇ જાય..! કહેવાનો મતલબ પૈસા આગળ મન પામર થતું નથી. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા (યુ.એસ.એ.)માં સાયકોન્યૂરોઇમ્યુનોલોજિસ્ટ તરીકે ડૉ. વિલિયમ ફ્રાય થઇ ગયેલા. માનવશરીરનાં વાણી, વર્તન અને વિચારની મગજ ઉપર શું અસર થાય અને તેને કારણે શરીરની ઇમ્યુન સિસ્ટીમમાં જે ફેરફાર થાય તે અંગે તેઓએ સંશોધન કરેલું. કહેવાય છે કે, ૧૯૬૦ ના વર્ષમાં તેમને એક નવાઈભર્યો અનુભવ થયેલો. તેઓએ પોતાના માનસિક રોગોનાં દર્દીઓને અલગ અલગ સમયે રૂમમાં બેસાડી તેમને ફક્ત આનંદ આપવા લોરેલ હાર્ડિ, ચાર્લી ચેપ્લીન અને થ્રી સ્ટુજીસ જેવી હાસ્યરસિક ફિલ્મો અને ટેલિવિઝન પર આવતા કોમેડી કાર્યક્રમો રોજ બતાવેલા. તેમણે જોયું કે બધાં જ દર્દીઓ ફિલ્મ જોઈને ખૂબ હસતા હતા. થોડા સમય પછી તેઓને આનંદ એ વાતનો થયો કે તેમના માનસિક રોગોનાં દર્દીઓમાંથી ઘણાની તબિયત કોઈ વિશેષ ઉપચાર વગર એમ ને એમ સુધરવા માંડેલી. આ વાંચેલી વાત એટલા માટે પ્રસ્તુત કરી કે, હાસ્યમાં શું તાકાત છે, એનો અંદાઝ આવે..! અમે અમસ્તા હાસ્યના રવાડે ચઢયાં..? વાત કરો છો..?
એક વાત પાક્કી કે, જેને ખીખીખીખી કરતાં આવડી ગયું, એનાં ઘરે આધિ-વ્યાધિ કે ઉપાધિ ધામો નાંખતી નથી. મોંઘવારી ટાલ પાડે તો ભલે પાડે, આગળ જતાં ટાલ પણ ફેશન બની જાય. જુઓ ને, ભગવાને ઢગલેબંધ પશુ-પક્ષીઓ બનાવ્યાં, અમુકમાં તો માણસને ખેંખડી બનાવ્યો, પણ માણસ કરતાં પણ માલ વધારે નાંખ્યો છે, જેમ કે, હાથી, ગેંડો, હિપોપોટેમસ વગેરે..! છતાં, હાસ્યની કસ્તુરી તો માણસને જ આપેલી. ‘બોડી-મટેરિયલ’ કરતાં બુધ્ધિ વધારે આપેલી. એટલે તો બીજાં કોઈ પ્રાણી ખૂણે જઈને પણ બેવડ વળીને હસી શકતાં નથી, ત્યારે માણસ ન્હાતાં-ન્હાતાં પણ હસી કાઢે..! પછી તો જેવો જેવો દેહ..!
એક વાત તો નક્કી કે, દરેકનો આયામ સુખી રહેવાનો છે. સુખી થવા માટેના બે જ રસ્તા અકસીર..! ક્યાં તો ખડખડાટ હસો, ક્યાં તો કુંભકર્ણની માફક ઘસઘસાટ ઊંઘો..! દુ:ખી થવું હોય તો કકળાટ કરો ને ક્યાં તો રસોડામાં જઈને ‘બડબડાટ’ કરો..! આખું આલમ જાણે, કે ‘બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ’ પાસે સૃષ્ટિનું સંચાલન છે. એમ શરીરનું સંચાલન કરવામાં ‘શૃંગાર-કરુણ અને વીર’ રસનો હાથ છે. હાસ્યરસ એ શૃંગાર રસની જ ફ્રેન્ચાઈસી છે. જેનો હવાલો માત્ર માણસ પાસે છે. સુખી થવું હોય તો હસો-હસાવો અને હસી કાઢો..! પ્રસન્ન ચિત્તની પ્રાપ્તિનું એ બિયારણ છે. પ્રાણી કે પક્ષી હસવાની નકલ કરી શકે, પણ હસી શકતાં નથી. પણ માણસ જાતને આ મંગલ મસ્તીની પડી જ ક્યાં છે..? એણે તો પૈસ્સાની દૌડમાં ભાગદૌડ કરવી છે. ત્યાં સુધી કે, પરિવાર સુદ્ધાંને હાંસિયામાં મૂકી દે..! ‘હાય મારો પૈસો’ સિવાય બીજું યાદ જ નહિ આવે. લોકો ટેન્શનને કરંટ ખાતામાં રાખે ને હાસ્યની ફીક્ષ ડીપોઝીટ બનાવે. ડીપોઝીટ રીન્યુ કર્યા કરે, પણ ઘરમાં માંગલિક પ્રસંગ આવે તો પણ વટાવે નહિ..! એટલે તો અનાથાશ્રમમાંથી છોકરું દત્તક લીધું હોય એમ, ‘હાસ્ય’ ને બંદાએ દત્તક લીધેલું. નેતાઓ ગામનાં ગામ દત્તક લે, ત્યારે મેં હસવા-હસાવવાની વૃતિ દત્તક લીધેલી. હમ ભી ખુશ ઔર દુનિયા ભી ખુશ..!
હસવા માટે કોઈ મશીનરીની જરૂર પડતી જ નથી. જેને હસવું જ છે, એ રશિયાની દાનત કે, ડીઝલ-પેટ્રોલના ભાવવધારાને માણીને પણ હસી શકે. માણસની શારીરિક ભૂગોળ જોઇને પણ હસી શકે. શરીર ઉપર એકાદ ચિંતન લટાર લગાવીને જુઓ તો ખરાં, કે ભગવાને એક-એક પાર્ટ્સ કેવો બુદ્ધિપૂર્વકનો શરીરમાં ગોઠવેલો છે..? હૃદયને ઢીંચણમાં મૂક્યું નથી. આંખને બોચીમાં ફીટ કરી નથી. મોંઢું બરડા ઉપર ચોંટાડેલું નથી. માત્ર કલ્પના કરી જુઓ કે, આવું થયું હોય તો, માણસે દિનચર્યા કરવા માટે પણ રોજનો મજૂર રાખવો પડ્યો હોત..! જવાનું થાય ત્યારે મારે તો ભગવાનને પૂછવું છે કે, ‘પ્રભુ..! કયા ડીઝાઈનર પાસે આ શરીરની ડીઝાઈન તમે કરાવેલી..? સાલી કોઈ ‘મિસ્ટેક’ જ નહિ..? એક પણ પાર્ટ્સ ચાઈનાથી આયાત કરેલો નથી બોલ્લો..! જોઈન્ટ એવાં સોલ્લીડ કે, એક પણ પાર્ટ્સમાં ઝારણ જોવા નહિ મળે..! કોઈ પાર્ટ્સ લીકેજ નહિ થાય. દરેક પાર્ટ્સની વળી સમજદારી કેવી..? બધાં જ એકબીજાના સહયોગી ને પૂરક..! દાઢી અને દાંત ભલે મોડા આવ્યા હોય, તો પણ એની સાથે વેઢોવંચો નહિ, સંપીલા રહે.
સિનિયોરીટીની લડાઈ જ નહિ. જીભના વાંકે, ક્યારેક કોઈ હાડકાં-પાંસળાં તોડી ગયું હોય તો, જીભ સાથે યુદ્ધનું રણશિંગું નહિ ફૂંકે, લાડથી ઉછેરે. દાંતે જીભને કચડી મારી હોય તો, ચાવેલો માલ જઠરે અટકાવ્યો નથી. દાંતોએ હડતાળ પાડી નથી. માથાના ભાગને ન્યાત બહાર કાઢીને તગેડી મૂક્યું નથી. નહિ કોઈ સુપરવાઈઝર કે નહિ કોઈ રખેવાળ..! વ્યવસ્થા જ એવી ગોઠવેલી કે, કોઈને ધક્કા મારવા જ નહિ પડે. બધું જ સિસ્ટેમેટીક, મેથેમેટિકસ ને ઓટોમેટીક..! એકતાનો અદ્ભુત નમૂનો એટલે શરીર..! બધાંની એક જ ધૂન કે, ભગવાનનું નામ બગડવું જોઈએ નહિ..! જીવે ત્યાં સુધી માણસને જલસા કરવા દેવાના..! પણ માણસને ક્યાં કોઈની કદર છે? ભગવાનને થેન્ક્સ કહેવાની વાત તો ગટરમાં ગઈ, એની રચનામાં પણ ખામી કાઢે..! શ્રીશ્રી ભગો ઘણી વાર કહે કે, ભગવાને એક ભૂલ તો કરેલી, વાંહો આઈ મીન..બરડો પાછળને બદલે આગળ આપવો જોઈતો હતો.
બરડા ઉપર પાછળથી કોઈ પ્રહાર કરી ગયું તો ખબર તો પડે કે, કોણ ભટકો મારી ગયું? એ જોવા એકાદ-બે આંખ પણ પાછળ આપવી જોઈતી હતી. એના કપાળમાં કાંદા ફોડું, આપેલી આંખ તો પવિત્ર રાખ..! જેટલી આપી છે એટલી જ સખણી રાખ ને..? ઘડિયાળ જેવું ઘડિયાળ પાંચ-છ વર્ષમાં ખોટકાઈ જાય, ને ભગવાને આપેલા હૃદયનું કારખાનું અટક્યા વગર ચાલતું રહે એની કદર તો કર..! પણ એનો આનંદ જ નહિ ને બોલ્લો..! શરીર તો ભાડાનું મકાન છે. ભાડાના મકાનમાં મસ્તી કરીએ છીએ એ જ બધાં ભૂલી જાય..! મને કહે, શરીરની સાથે ભગવાને ગેરંટી કાર્ડ પણ આપવો જોઈએ.
એના કપાળમાં કાંદા ફોડું, શરીર તે કોઈ મશીનરી છે કે, જનમ આપે તેની સાથે શરીરનો નકશો ને એસેસરીના સ્પેરપાર્ટસનું લીસ્ટ પણ આપે..! સારું છે કે, એક્સપાયરી ડેઇટ માંગતો નથી..! શરીર શરીરનું કામ કર્યા કરે, બાકી અમુક તો એ પણ નહિ જાણતા હોય કે, શરીરના પાછળના ભાગને બરડો કહેવાય..! ક્યારેય બરડા પાછળ જોયેલું હોય તો ને..? બરડો કાયર પાડે, ત્યારે ધંતુરાને ખબર પડે કે, શરીરના પાછલા ભાગને છાતી નહિ કહેવાય..! ઢીંચણ ઓળખવામાં તો હજી આજેય એ અજ્ઞાની.! ઢીંચણનું પૂછીએ તો પેટ બતાવે, ને કીડનીનું પૂછીએ તો માથામાં આવેલી છે એવું કહે. જ્ઞાની ખરો, પણ પેટ સિવાય શારીરિક મામલે સંપૂર્ણ અજ્ઞાની..! મને કહે, આ બધું જાણવાની જરૂર પણ શું..? બાપુએ શું કહેલું કે, કોઈના કામમાં દખલગીરી કરવી નહિ..! એના કપાળમાં મંગલ મસ્તીના વાવેતર કરું..!
લાસ્ટ ધ બોલ
દુનિયાનો આ દસ્તુર છે કે, ૧૦૮ મણકાની માળા ફેરવતી વખતે માણસનું મન ભટકે, પણ હમણાં ૫૦૦ ની નોટનું બંડલ ગણવા આપ્યું હોય તો, મન સ્થિર થઇ જાય..! કહેવાનો મતલબ પૈસા આગળ મન પામર થતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.