Charchapatra

ભાજપ ગુજરાતની પ્રજા પ્રત્યે ગંભીરતા દાખવે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ખુબજ લાંબા સમયથી દિલ્હીમાં ભાજપને સત્તા પ્રાપ્ત થઈ નથી એટલે દિલ્હીની પ્રજાને પ્રલોભીત આપવા અને સત્તા પ્રાપ્ત કરવાના હેતુ રેવડી વહેચવા ચૂંટણી પ્રચારમાં એવી જાહેરાતો કરી છે કે જો ભાજપની સરકાર બનશે તો મહિલાઓને માસિક રૂ. 2500/- આપવા વચન તેમજ સસ્તા સિલિન્ડરો આપવાનું વચન આપ્યું છે. ગુજરાત સિવાય કોઇ પણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ ત્યાની પ્રજાને વિશિષ્ટ યોજનાઓ અને આકર્ષક પ્રલોભનના વચનો આપે છે.

પરંતુ જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી કોઇ યોજના કે વચનો આપવામાં આવતા નથી પ્રશ્ન છે કેમ ? કારણ એ છે કે ભાજપ ગુજરાતની પ્રજાને ખુબ ગંભીરતાથી લેતુ નથી એટલો બંધો ઓવરકોન્ડફીન્સ છે કે ભાજપ સિવાય ગુજરાતની પ્રજા પાસે કોઇ વિકલ્પ જ નથી. પરંતુ ભાજપનાં સત્તાધીશોએ ન ભુલવુ જોઇએ કે લોકશાહી દેશમાં પ્રજા જ સર્વોપરી છે. ગુજરાતની પ્રજાના પ્રશ્નને અને સમસ્યાઓને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો વિપરીત પરિણામની પણ તૈયારી રાખવી પડશે.
સુરત             – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરતની જૂની ઓળખાણ અલિપ્ત થતી જાય છે
હાલમાં પોંકની સીઝન ચાલે છે ત્યારે પોંકની ઓળખાણથી શરૂ કરીએ છે. અગાઉ પોંક નગરી ચોકબજારથી હોપપૂલ વટાવી જમણી બાજુ મોટી પોંક નગરી હતી. ઓછામાં ઓછી 30 ભઠ્ઠી ચાલતી હતી. પોંકના ડુંડાને ગરમ રાખતી ભઠ્ઠીમાં તૈયાર થાય પછી તે ડુડાને ગુણમાં મુકીને ખંખેડતા એટલે તેમાં પોંક છુટો પડે તેમા આવડત હોય તેજ કામ લાગે પોંક આંધળી વાણીનો મીઠો પોંક મળતો હતો હાલમાં પોંકની મીઠાશ ચાલી ગઇ છે ને ભાવો આસમાને પહોંચ્યા છે. પોંકની સીઝનમાં સ્પેશીયલ 3 જાતની સેવ મળે જેવી કે મરીની સેવ લાલ મરચાની સેવ ગ્રીન સેવ પોંકના વડા પણ મળતા હતા. બીજુ રૂવાળા ટેકરા પર જન્માષ્ટમીનો મેળો 7 દિવસ ભરાતો ભારતના જુદા જુદા શહેરોની પ્રખ્યાત વસ્તુ વેચવા માટે આવતા. ત્રીજુ ખાંડબજાર પાસે વૈશાલી સિનેમા પાસે ચાલતુ જેમિની સર્કસને પણ લગભગ 3 મહિના ચાલતુ. હાલની પેઢીને આવી સુરતની જુની ઓળખાણ જોવા નહિ મળે.
સુરત     -મહેશ આઇ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top