નડિયાદ : નડિયાદ સહિત ચરોતરમાં કેરલ સિંગિંગ દ્વારા ઇસુ જન્મના વધામણા કરવામાં આવી રહ્યા છે. ધર્મગુરુઓ તેમજ સ્થાનિક ખ્રિસ્તી સમાજના અબાલ વૃદ્ધ સહુ સાંજ પડતા જ પોતા પોતાના ગામ વિસ્તારમાં ખ્રિસ્તી પરિવારોના ઘરે સંગીતના સાધનો સાથે શાંતા ક્લોઝ ને લઇ ઇસુ જન્મ વધામણીના ગીતો ગાય છે.તેમજપરસ્પર જન્મની શુભેચ્છાઓ પાઠવે છે. ઈશુ ખ્રિસ્તના જન્મની 25મી ડિસેમ્બરના રોજ પ્રાર્થના તેમજ પરસ્પર મેરી ક્રિસમસની શુભેચ્છાઓ દ્વારા ઉજવણી થશે. આ તહેવારમાં ઈશુ જન્મની પરસ્પર શુભેચ્છા પાઠવવામાં આવે છે.
નાતાલ પૂર્વે ઠેર ઠેર સાંજના સમયે ખ્રીસ્તિયન સમુદાય વિવિધ કાર્યક્રમો તેમજ ગીતો ગાઈ એડવાંસમાં નાતાલની શુભેચ્છા પાઠવે છે.જેમાં ચોકલેટ અને ગીફ્ટ વહેંચતા શાંતા આકર્ષણ નું કેન્દ્ર બને છે. બેથલેહેમ શહેરના દાઉદ નગરના નાઝરેથ ગામમાં બાળ ઈસુનો જન્મ સાધારણ ગભાણમાં થયો હતો. આ દિવસે કડકડતી ઠંડી હતી. માતા મરીયમ અને પિતા યુસુફ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પ્રસુતિ માટે નગરમાં ભટકતા હતા. પરંતુ તેઓને નગરમાં કયાંય જગ્યા ન મળી અને તેમાં તેઓએ ગભાણમાં આસરો લીધો અને ત્યાં બાળ ઈસુનો જન્મ થયો.એટ્લે પ્રતીકરૂપે દરેક ખ્રિસ્તી પરિવાર ઘર બહાર તેમજ ચર્ચમાં ગમાણ બનાવે છે.