SURAT

‘કહાં ગયા થા, પૈસા દૈ’, કહી બાઈક ચાલકે ATMમાંથી રૂપિયા લઈ બહાર નીકળેલા યુવકના પેટમાં ચપ્પુ ઘુસાડ્યું

સુરત : સચિન SBI બેંકના ATM બહાર MP વાસીને ચપ્પુ ઘુસાડી 10 હજારની લૂંટ ચલાવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ ખસેડાયો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે, મિત્રને આપવા માટે રૂપિયા ઉપાડ્યા હતા જે બાઇક સવાર ગુજરાતી લૂંટારુઓ લૂંટી ગયા હતા.

શિવનાથ (ઇજાગ્રસ્ત નો પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે લાલમન ધોલે સિંગ (ઉ.વ.30) પાંડેસરા ગણેશ નગરનો રહેવાસી છે. તે કાપડ માર્કેટમાં તાકા ઉપાડવાની મજૂરી કામ કરી ભાઈ-બહેન, પત્ની અને બાળકોનું ગુજરાન ચલાવે છે. આજે સચિનની SBI બેકના ATM માંથી રૂપિયા ઉપાડી બહાર નીકળેલા લાલમનને બાઇક સવાર ગુજરાતી લૂંટારુઓ ભેટી ગયા હતા. ‘કહા ગયા થા, પૈસા દે’, કહી બીજાએ પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું. ત્યારબાદ લૂંટારુઓ ખિસ્સામાંથી 10 હજાર કાઢી ભાગી ગયા હતા.

Most Popular

To Top