Madhya Gujarat

ફતેપુરાના ભોજેલા શિવ મંદિરનો જીર્ણોધ્ધાર કરાશે

દાહોદ: ફતેપુરા તાલુકા ના ભોજેલા ગામ આવેલ પાતાલેશ્વર મંહાદેવ મંદિર પોરાણીક,ઐતિહાસિક પ્રતિમાઓનું અખુટ ભંડાર ધરાવતુ શિવ મંદિર છે આ જગ્યા પર એક પોરાણીક વાવ પણ આવેલ છે અને આ વાવ મા માઁ ચામુંડા માતાજીની સાક્ષાત હાજરી હોવાની પણ લોક માન્યતા છે ભોજેલા ગામે આવેલ પાતાલેશ્વર મંહાદેવ મંદિર આશરે  700 વષઁ જેટલુ પોરાણીક મંદિર છે મંદિર ની નજીક પોરાણીક વાવ આવેલ છે વાવમાં સાક્ષાત ચામુંડા માતાજીની હાજરી  હોવાની લોકો કહી રહ્યા છે કડાણાના મહિકાંઠાના માછી સમાજ ના લોકોની કુળ દેવી છે.

દર વર્ષે નવરાત્રી મા આ સમાજ ના લોકો આ જ વાવ નજીકથી માતાજી ની જયોત પ્રજવલિત કરી નવરાત્રીનો અખંડ દીપક મુકે છે મંદિર નજીક ઐતિહાસિક વષોપુરાણી વિવિધ આકૃતિઓ અંકિત કરેલી કલાકૃતિઓ મુતિઁઓ આવેલી છે મહાદેવ નુ શિવલિંગ પણ જમીન મા પંદર ફુટ જેટલુ નીચાઇ પર આવેલ હોવાથી પાતાલેશ્ર્વર મંહાદેવ ના નામે ઓળખાય છે પોરાણીક ઐતિહાસિક મુતિઁઓ અને તેમાં પણ અનેકો મુતિઁઓ નંદી વિગેરે આ જગ્યા પર ખંડિત જોવા મળી રહ્યા છે ગ્રામજનો સરપંચ અને નજીક ના ગામ લોકો દ્વારા આ મંદિર નો હાલ 25 લાખ રુપિયા કરતા પણ વધું રકમ થી મંદિર નો જીણૉધાર કરી ભવ્ય મંદિર નિમાણઁની કામગીરી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top