Charchapatra

સામ્યવાદીઓની ગદ્દારી

આ સામ્યવાદીઓને તો શું કહેવું? ચીનની સત્તાધારી કમ્યુનીસ્ટ પાર્ટીની સ્થાપનાને 100 વર્ષ પૂરાં થતાં ચીનની સરકારે તેની ઉજવણી કરી હતી. વિવિધ દેશોમાં ચીની દુતાવાસમાં પાર્ટીનાં 100 વર્ષ પૂરાં થતાં સમારંભો યોજાયા હતા. એ જ રીતે આપણા દેશમાં પણ ચીનની કન્સ્યુલેટ ઓફિસ તરફથી ઉજવણીનું આયોજન થયું હતું. આ પ્રસંગે ભારતના સામ્યવાદી નેતાઓ જેવા કે સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈ મહાસચિવ ડી. રાજા ફોરવર્ડ બ્લોકના જી. દેવરાજન અને ડીએમકે સાંસદ સેંથિલકુમાર આ ઉજવણીમાં જોડાયા હતા. ચીન સાથેના આપણા સંબંધો ખૂબ તંગ છે. ભારતના ઘણા પ્રદેશ પર આક્રમણની તૈયારી કરે છે. અરુણાચલ પર પણ તેનો ડોળો છે. આપણા દેશની કમ્યુનીસ્ટ પાર્ટીના નેતાઓએ આ ઉજવણીમાં ભાગ લઇને કયું શાણપણ દેખાડયું છે? સામ્યવાદી પક્ષ તો આમ પણ પહેલેથી ગદ્દાર જ છે! સુરત     -ડૉ. કિરીટ એન. ડુમસિયા         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top