રાજયમાં ધો.6 થી 12 માં શ્રીમદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે. શાળાઓમાં ગીતા આધારિત શ્લોકગાન, શ્લોક પૂર્તિ, નિબંધ, નાટય, ચિત્ર, કિવઝ જેવી સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. આવા સુંદર સમાચાર વાંચી લખવા પ્રેરાઇ છું. ગુરુદેવના શ્રીમુખે અનેકવાર ભગવદ્ ગીતાનો મહિમા સાંભળી ચૂકી છે, ભગવદ્ ગીતા વિશ્વનો એકમાત્ર ગ્રંથ છે જેની જયંિત ઉજવવામાં આવે છે! રામ અને કૃષ્ણની જયંતિ મનાવીએ પણ એક પુસ્તકની જયંતિ માર્ગશીર્ષ શુકલ એકાદશી એટલે ગીાત જયંતિ. યોગેશ્વરેશ્વર શ્રીકૃષ્ણના મુખમાંથી આ દિવસે આ અમરવાણી પ્રગટ થઇ. આ એક વૈશ્વિક ગ્રંથ છે. આમાં કયાંય ‘શ્રીકૃષ્ણ ઉવાચ’ નથી લખ્યું. શ્રી ભગવાન ઉવાચ અર્થાત ભગવાન સ્વયં બોલ્યા છે અને ભગવાનની વાણી સૌ માટે કલ્યાણકારી છે. ગીતાના 700 શ્લોકોમાં કયાંય ‘હિન્દુ’ શબ્દ નથી. મતલબ એ સૌ માટે છે. માટે જ કહીએ છીએ ‘કૃષ્ણં વંદે જગદગુરુમ’.
હેનરી થોરો, ગેટે જેવા વિદેશી વિદ્વાન પણ ગીતા પ્રત્યે આદર ધરાવે છે. કોઇ પ્રશ્ન એવો નથી જેનો જવાબ ગીતા પાસે ન હોય! ભગવદ્ ગીતાને આપણે ‘મા’ કહીએ છીએ. પોષણ કરે એ મા. ગીતા મૈયા આપણા આધ્યાત્મિક અને વૈચારિક પિંડનું પોષણ કરે જ છે. વિશ્વના વિષાદને દૂર કરવાની ક્ષમતા ભગવદ્ ગીતામાં છે. આજનો માનવી હતોત્સાહ દેખાય છે, ડિપ્રેશનનો શિકાર છે. આપઘાત કરવા પ્રેરાય છે ત્યારે આ ગીતા આવી સમસ્યાઓમાં માર્ગદર્શન આપી તેને ઉગારી લેશે. અભ્યાસક્રમમાં એનો સમાવેશ થયો છે ત્યારે નવી પેઢીમાં સંસ્કારનંુ સિંચન થશે. એ ખુમારીવંત બનશે. નૈતિક મૂલ્યોનું જતન થશે. આવી પડનારી સમસ્યાનો મુકાબલો એ પોતાની સમજશકિતથી કરી શકશે. પડકારોને ઝીલી આત્મગૌરવયુકત જીવન જીવશે. લોકલાડીલા પ્રધાનમંત્રી વિદેશમાં જયાં જયાં જાય છે ત્યાં ભગવદગીતા ભેટ સ્વરૂપે આપે છે. એ ગૌરવપૂર્ણ બાબત છે. શ્રીકૃષ્ણની વાણીને જીવનમાં ઉતારીને આવનારી પેઢી ઉત્સાહયુકત બનશે. એ નિ:શંક બાબત છે.
સુરત – નીલાક્ષી પરીખ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.