બેંક લોન પંચોતેર ટકા ડીસ્કાઉન્ટથી ખરીદનાર, પચાસ ટકા ડીસ્કાઉન્ટથી વેચશે. ખરીદનાર મોટે ભાગે ફાઇનાન્સરો હશે જેઓ મની અને મસલ પાવરથી રીકવર કરશે. સાંસદો જે ઉદ્યોગપતિઓ છે, બેંક અધિકારીઓ અને વચેટીયાઓની બાગભટાઇ બેંક લોનના ડોકયુમેન્ટમાં પહેલેથી છીંડા રાખવામાં આવે છે જેથી સહેલાઇથી કૌભાંડમાંથી છટકી શકાય. લોન લેનાર ફાઇવ સ્ટાર હોટલોમાંપાર્ટી આપે, વિદેશોની ટુર અને મેડીકલકોલેજની મોંઘીદાટ ફીની સગવડ કરી આપે.
(લોનના પૈસામાંથી) બેંક અધિકારીઓ લોનના નાણા કયાં રોકયા તેની ભાગ્યે જ જાંચ પડતાલ કરતા હોય છે. ખાનગી બેંકો પોતાની માલિકીની હોવાથી વધારે સજાગ રહેતી. જયારે સરકારી બેંકોનો વહીવટ રીઝર્વ બેંક કરતી હોવાથી તેના નીતિ નિયમોને અધિકારી પોતાની મુનસફી પ્રમાણે અમલ કરતી. તેની ઉપરના સ્તરે વોચ રાખનાર એસી કેબિનોમાં ઘોરે.
સુરત- મીનાક્ષી શાહ