Vadodara

હેરીટેજની જાળવણીમાં સત્તાધિશો સાવ નિષ્ફળ

વડોદરા : વડોદરા મહાનગર પાલિકા સ્વચ્છતાની ઝુંબેશ ચલાવાય છે સ્વચ્છતાનું પખવાડિયું પણ ચલાવે છે. સ્વચ્છતાના પાછળ રૂપિયા 162 કરોડથી પણ વધુ ખર્ચ કરવામાં આવે છે. શહેરને ને સ્વચ્છ રાખવા માટે પાલિકા રોજ નો 43 લાખ રૂપિયા નો ખર્ચ સફાઈ કામદાર તથા ડોર ટૂ ડોર માટે કરે છે. શહેરના ચાર ઝોનમાં 12 વોર્ડમાં સ્વચ્છ રાખવાનો ખર્ચ 1 વર્ષ માં 120 કરોડ છે જે 5 હજાર થી વધુ સફાઈ કામદાર પગાર ચૂકવાય છે. ડોર ટુ ડોર કચરા ની 303 ગાડીઓ ફરે છૅ તેમાં 35 કરોડના ખર્ચે થાય છે. સેનેટરી ઇન્સ્પેક્ટ, વૉર્ડ ઓફિસર, અસિસ્ટન મ્યુનિસિપલ કમિશનર, વહીવટી પાંખ નો પગાર તથા વહીવતી ખર્ચ ગણવામાં આવ્યો નથી. ઝાડુ બ્રશ વિવિધ પ્રકાર ના સફાઈ સાધનો માટે પરચુરણ ખર્ચે 5 થી 7 કરોડ છે.

રાવપુરા રોડ પર આવેલ રોડ શાખાની હાલત આજ રોજ અમારા કેમેરામેને કેમેરામાં કંડારી હતી. તે જોતા જ લાગે છે કે પાલિકાના રોડ શાખાના અધિકારીઓ દ્વારા જાણે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવામાં કોઈ રસ નથી તેવું લાગી રહ્યું છે. કારણ કે રોડ શાખાની કચેરીમાં જ્યાં ગંદકી છે ત્યાંથી બધાજ અધિકારો ત્યાંથી પસાર થાય છે પરંતુ આ અધિકારીઓને જાણે કેમ આ ગંદકી દેખાતી નથી. આ રોડ શાખાની કચેરી જ્યાં આવેલી છે ત્યાંજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ પણ ત્યાં જ મળે છે અને ત્યાં હજારોની સંખ્યામાં શહેરીજનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા ત્યાં આવે છે. પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા રોડ શાખામાંથી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી કે કરવી નથી તે એક પ્રશ્ન વડોદરા શહેરમાં ચર્ચાય રહ્યો છે.

શહેરના રાવપુરા રોડ પર પહેલા કુમારશાળા નં.૧ આવેલ હતી તેમાં પાલિકા દ્વારા રોડ શાખાની કચેરી બનાઈ દીધી હતી અને તેમાજ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફીસ પણ બનાવી દેવામાં આવી છે. જેથી કરીને વડોદરા શહેરના શહેરીજનો હજારોની સંખ્યામાં ત્યાં ફોર્મ લેવા આવી રહ્યા છે ત્યાં જ રોડ શાખાની કચેરીમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. પરંતુ રોડ શાખાના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી તેવું લાગે છે જાણે તેમણે જ ગંદકીમાં બેસવાની મજા આવી રહી હોય તેવું લાગી રહ્યું છે.

આ કચેરીમાં રાવપુરા રોડ વિસ્તારના વેપારીઓ દ્વારા પાર્કિગ કરવામાં આવી રહ્યું છે. રાત પડતાની સાથે આ કચેરી આસપાસના વિસ્તારનાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. રાત્રે ત્યા દારૂની મહેફિલ પણ થતી હોય તેવું લોક મુખે વાત સાંભળવા મળી હતી. તદુપરાંત જો કોઈ કચેરી સમયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા આવે તો તેમને સિક્યુરીટી દ્વારા પાર્કિગ બહાર કરવું તેવું જણાવવામાં આવે છે જયારે વેપારીઓ દ્વારા કચેરીમાં જ પાર્કિંગ કરે છે જેને કારણે ફોર્મ લેવા આવેલ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ રોડ શાખાના કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કોઇપણ અધિકારીને આ બધી સમસ્યામાં કોઈ જ રસ નથી કા તો આંખ આડા કાન કરી રહ્યું છે તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top