શાસનકર્તા અને ખેડૂત સંસ્થા વચ્ચે ચાલતુ આંદોલનનો સુખદ અંત લાવવા માટે અન્ય પક્ષો કે ગુણવાન સંત મહાત્માઓ મધ્યસ્થી કરવા આવતા નથી એ પ્રજાનું કમનસીબ જ કહેવાય? દેશમાં અસંખ્ય ગામડાઓ છે. બધાનો બહુતાંશ વ્યવસાય ખેતી છે. ખેડૂત ખેતી દેશ માટે જ કરતો હોય છે.
ખેતીમાં એણે કેટલું સુખ છે અને કેવી યાતનાઓ છે એ તો એ જ જાણે. શાસને કરેલા ખેડૂતો માટેના ત્રણ કાયદા (બીલ) ખેડૂતો માટે ફાયદાકારક છે એમ શાસન કહે છે અને ખેડૂતો અને સંગઠનોને શાસન વતીના આ કાયદામાં રસ નથી.
તો શાસકોને કાયદાઓ લાગુ કરવાની હઠ શું કામ છે? શાસન કહે છે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહયું છે. એમાં વિરોધીઓનો હાથ છે પણ વિરોધીઓ પણ પ્રજા જ છે ને? પોતાનો પ્રાણ ત્યાગનારો ખેડૂત પણ પ્રજાજન જ છે એના જીવનની કોઇ કિંમત નથી? બહુમતીના બળ પર આ કાયદાઓ બંને ગૃહમાં પાસ કરી લીધા છે શું આ વાત સત્ય નથી?
અને હવે શાસકોએ જ આ કાયદાઓને લાગુ કરવાની મુદત લંબાવી છે તો પણ ખેડૂતોનું આંદોલન જોરશોરથી ચાલુ જ છે. એમાંનું તથ્ય શધવાની જરૂર છે. ઉભો દેશ આ આંદોલનથી ભયભીત છે. દેશના તાતની પ્રાણહુતી થતી પ્રજાને માન્ય થવાની નથી. આંદોલનની ઉગ્રતા દેશને દઝાડશે? કૃષિ બિલ કાયદો રદ થવાથી બહુ નુકસાન થાય એવું નથી.
જેમ ચાલતું હતું તેમ ચાલશેઅને ખેડૂત સમાજ, સંસ્થા, સંગઠનોને નિરાંત થશે, શાંતિ મળશે. ખેડૂત કામે લાગશે, ખેતી બદરશે, પાકથી ગોડાઉનો ભરાશે (સ્ટોર રુમ હોય તો) અને દિલ્હીનું સંસદ મંદિર પર સુખ અનુભવશે. આ ટર્મમાં જો હઠ, અહં અને મારૂં જ ખરું છે ભાવનો ત્યાગ, આવતી ટર્મ માટે સુખ અને પ્રેમનો માર્ગ આપશે, ભૂલ કરનારાઓ અને કરાવનારાઓ શમી જશે. કયારેક પાછળ હટવાથી પણ આગળનો માર્ગ સુલભ થતો હોય છે.
સુરત – બાળકૃષ્ણ વડનેરે – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.