Gujarat

60 વર્ષની વય મર્યાદાનો નિર્ણય માત્ર પાલિકા માટે જ હતો, ધારાસભ્યો માટે નહીં : પાટીલ

રાજયભરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની નેતાગીરીએ સમગ્ર રાજયમાં પ્રચારનો એક મીની રાઉન્ડ પૂર્ણ કરી દીધો છે. જેના પગલે પાર્ટી હાઈકમાન્ડે પાણી માપી લીધું છે.આજે અમરેલીમાં કેન્દ્રિય કેબીનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાના સન્માનમાં યોજાયેલી રેલીમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે, ભાજપના સંગઠનની તાકાત જોઈને એટલું જ નહીં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા જોઈને ઝાડુવાળાઓએ તો બિસ્તરા પોટલા બાંધી દીધા છે.

પાટીલે કહ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉમરનાને ટિકીટ નહીં આપવાનો નિર્ણય માત્ર પાલિકા અને મનપા માટે હતો ધારાસભ્યો માટે નહીં. પાટીલના નિવેદનનું અર્થઘટન કરીયે તો આગામી ડિસેમ્બર 2022માં યોજાનાર ચૂંટણીમાં પાર્ટીના કેટલાંક ધારાસભ્યોને પુન : ટિકીટ મળી શકે છે. જેના કારણે 60 વર્ષની ઉપરના ધારાસભ્યો હવે ફરી સક્રિય થઇ જશે. 60 વર્ષની વય મર્યાદાના કારણે ભાજપના અનેક સિનિયર કોર્પોરેટરની ટિકિટ કપાઇ ગઇ હતી તેમનામાં પણ હવે નવી આશા જન્મી છે કારણ કે, ઘણા બધા સિનિયર કોર્પોરેટર્સ ધારાસભ્યની રેસમાં છે.

Most Popular

To Top