ભારતમાં જ નહીં પણ અન્ય દેશોમાં, પોતાની અભિનય કળાથી પ્રખ્યાતિ પામનાર હિન્દી ફિલ્મોના બે દિગ્ગજ અદાકારો, દિલીપકુમાર અને રાજકપૂરના પાકિસ્તાનના પેશાવર સ્થિત પૈત્રૃક ઘરોનું ત્યાંની સરકાર પુન:નિર્માણ કરી રહી છે. પાકિસ્તાનનું પુરાતત્વ ખાતુ આ બંને મહાન કલાકારોના પારિવારિક ઘરોનું નવીનીકરણ કરી રહ્યું છે. આવા સમાચારોથી આ બંને અદાકારોના કરોડો ચાહકો જરૂર આનંદ અને ગર્વની લાગણી અનુભવશે. ગઈ સદીના પાંચમાં અને છઠ્ઠા દાયકાની હિન્દી ફિલ્મોમાં અભિનયનાં ઉજાસ પાથરનાર આ બંને કલાકારોનાં કાયમી સંભારણા રહે એ માટે પાકિસ્તાન સરકાર એમના જૂના ઘરોને મૂળ સ્થિતિમાં પુન: સ્થાપિત કરવા જઈ રહ્યું છે, એનાથી ખુદ પાકિસ્તાન સરકાર જ ધન્ય બનશે. જીવંતદંત કથા સમાન દિલીપકુમાર અને રાજકપુર આજે આપણી વચ્ચે નથી પણ એમની નિર્માણાધિન ફિલ્મોના, એમના અભિનયને કારણે એ અમરત્વ પામી ચૂક્યા છે. આ અદાકરોના પૈતૃક મકાનોના પુન: નિર્માણના કાર્ય માટે પાકિસ્તાન સરકાર ધન્યવાદને પાત્રનો કરે જ છે.
કતારગામ દરવાજા, સુરત – બાબુભાઈ નાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.