National

‘થપ્પડમાર’ કલેક્ટર વિરુદ્ધ કાર્યવાહી, મુખ્યમંત્રીના નિર્દેશથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા

છત્તીસગઢ (chattisgadh)ના સીએમ (cm) ભૂપેશ બઘેલે સૂરજપુર કલેક્ટર (surajpur collector) રણબીર શર્માને દૂર કરવા સૂચનાઓ આપી છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (video viral) થઈ રહ્યો હતો જેમાં તે એક યુવાન સાથે દુર્વ્યવહાર કરતો જોવા મળ્યો હતો. આઈએએસ એસોસિએશને પણ રણબીર શર્માના વર્તનને વખોડી કાધ્યું છે. એસોસિએશનનું કહેવું છે કે તેમનું વર્તન મૂળભૂત શિષ્ટાચારની વિરુદ્ધ છે.

બીજી તરફ, સીએમ બઘેલે ટ્વિટર દ્વારા કહ્યું કે “સોશ્યલ મીડિયા (social media) દ્વારા સૂરજપુર કલેક્ટર રણબીર શર્માએ એક યુવાન સાથે દુર્વ્યવહાર કર્યાનો મામલો મારા ધ્યાનમાં આવ્યો છે. તે ખૂબ જ દુ:ખદ અને નિંદાત્મક છે. છત્તીસગઢમાં આવું કોઈ કૃત્ય બિલકુલ સહન કરવામાં આવશે નહીં. કલેક્ટર રણબીર શર્માને તાત્કાલિક અસરથી દૂર કરવા સૂચના આપવામાં આવી છે. કોઈ પણ અધિકારીના સત્તાવાર જીવનમાં આવા વર્તન સ્વીકાર્ય નથી. હું આ ઘટનાથી પરેશાન છું. હું તે યુવાન અને તેના પરિવારની માફી (apology) માંગું છું. ”

ગૌરવ કુમાર સિંહ સૂરજપુરના નવા કલેક્ટર બન્યા 
તાત્કાલિક અસરથી સૂરજપુર કલેક્ટર રણબીર શર્માને હટાવ્યા બાદ હવે ગૌરવ કુમાર સિંહને જિલ્લાના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે. તે જ સમયે, રણવીર શર્માને મંત્રાલયમાં સંયુક્ત સચિવના પદ પર મોકલવામાં આવ્યો છે. રાયપુર જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ કુમાર સિંહને હવે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

મહત્વની વાત છે કે રણબીર શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો જેમાં તેણે લોકડાઉન દરમિયાન બહાર આવેલા એક યુવકનો મોબાઇલ તોડ્યો હતો. અને પછી તેણે તેને જોરદાર તમાચો ચોળી દેતો જોવા મળ્યો હતો. વીડિયો વાયરલ થયા પછી રણબીર શર્મા ઉપર ખૂબ નિંદા થઈ રહી હતી અને મુખ્યમંત્રી ભુપેશ બધેલ ઉપર સતત તેમના પર કાર્યવાહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.

Most Popular

To Top