Vadodara

આમઆદમી પાર્ટીએ ભાજપના મુખ્યમંત્રીના હોર્ડિંગ્સ ફાડી નાંખ્યાં

       વડોદરા: શહેરમાં આમ આદમી પાર્ટીના શ્રીજી ઉત્સવના બેનરોને મહાનગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મ્યુનિ. કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.ત્યાર બાદ ખંડેરાવ માર્કેટ ખાતે નવનિયુક્ત મુખ્યમંત્રીનું બેનર ફાડી દેતા નવાપુરા પોલીસ દ્વારા આપ ના કાર્યકરો ની અટક કરવામાં આવી હતી. હાલ શહેરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શહેરમાં તમામ વિસ્તારમાં રાજકીય પાર્ટીઓ તથા સામાજિક સંગઠનો અને ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની શુભેચ્છાઓ માટેના બેનરો લગાડવામાં આવ્યા છે.

આપના હોર્ડિંગ્સ તોફાનીઓ દ્વારા પાડતા અને પાલિકા ના અધિકારીઓ દ્વારા ઉતારી દેવામાં આવતા આજરોજ આપ દ્વારા  મ્યુનિ. કમિશ્નરશ્રીની કચેરી ખાતે મોરચા સાથે પહોંચ્યા હતા જ્યાં મ્યુનિ. કમિશ્નરશ્રીની કચેરીના સુરક્ષા કર્મીઓ દ્વારા તેઓને અટકાવતા આપ પાર્ટી ના પદાધિકારીઓ વિરેન રામી, એડવોકેટ શીતલબેન ઉપાધ્યાય સહિતના અધિકારીઓ સાથે સુરક્ષાકર્મીઓની ચકમક ઝરી હતી.ત્યારબાદ આપ  દ્વારા મ્યુનિ. કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલને આવેદનપત્ર પાઠવી સમગ્ર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી તેના જવાબમાં મ્યુનિ. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે આ મામલે તપાસ કરી ઘટતું કરવા આશ્વાસન આપ્યું હતું.

ગોરવામાં ભાજપના ઈશારે આપના બેનરો હટાવાયા

આપના સહ સંગઠન મંત્રી વીરેન રામી એ જણાવ્યું હતું કે ગોરવા દશામાનુ મંદિર પાસે આમ આદમી પાર્ટી દ્વારા ગણેશ વિસર્જન લઈને બેનર લગાવવામાં આવ્યું હતું જે ભાજપ દ્વારા અધિકારીઓ પર દબાણ કરીને બેનર હટાવી દેવામાં આવ્યું હતું. ભાજપ સરકારે ગણેશ ભક્તો નું અપમાન કર્યું છે જો બેનરો કાઢવા હોય તો બધા બેનરો ઉતારી દીધો. ભાજપના પણ બેનરો દૂર કરવાની ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

મ્યુ.કમિશનરને આવેદન આપી રજૂઆત કરાઈ

આપ પાર્ટીના કાર્યકર્તાઓએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ને આવેદનપત્ર આપીને ખંડેરાવ માર્કેટ ખાતે નવા સીએમને આવકારતા પાલિકા દ્વારા જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તે હોડીગ્સમાંથી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉતારી દીધા હતા અને ફાડી નાખ્યા હતા જોકે નવાપુરા પોલીસ આવી જતાં આપ ના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Most Popular

To Top