હરિયાણાના ખિડકા ગામના 94 વર્ષીય દાદીમા ભગવાનીદેવીએ તાજેતરમાં ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસ ચેમ્પિયનશીપ 2022માં ભારત માટે એક ગોલ્ડ અને બીજા બે બ્રોન્ઝ મેળવી લાવી ભારતનું નામ રોશન કર્યું છે જે અભિનંદનીય વાત છે. એમનો પૌત્ર વિકાસ ડાગર પણ પ્રતિભાશાળી પેરા એથ્લીટ હોઇ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવી ચૂકેલ છે ને દરેક ઇન્ટરનેશનલ ઇવેંટમાં દાદીમા સાથે રહી ખુબ જ સપોર્ટ આર્ય છે. આ દાદીમાનું જીવન ભારે સંઘર્ષમય રહ્યું છે. 29 વર્ષની નાની વયે એમનાપતિ વિજય ડાગરનું અવસાન થયું હતું પછી અગીયાર વષરીય દિકરી પણ પ્રભુને પ્યારી થઇ ગઇ હતી.
વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસ ચેમ્પિયનશીપ 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષ અને સ્ત્રી એથ્લેટકસ માટે ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટસની ટુર્નામેન્ટ છે. તમામ રમતવીરો માટે ખુલ્લી હોય છે. ભગવતીદેવીએ દિલ્હી સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સ્પિન્ટ, શોટ પુટ અને ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો છે. ‘પાકા ઘડે કાંઠા ન ચડે’ તે કહેવત આટલી પ્રૌઢ વયે ખોટી ઠેરવી છે. આપણા યુવા દીકરા, દિકરીઓ એમના યશપૂર્ણ જીવનમાંથી પ્રેરણા લેશે. પ્રાથમિક, માધ્યમિક, કોલેજ અને મહાવિદ્યાલયોમાં પણ રમતગમતને મહત્વ વધુને વધુ આપવું જરૂરી છે. એવી કોલેજો ઉભી કરવામાં આવે કે આપણા દીકરા, દિકરી ખેલ મહાકુંભોમાં ઉચ્ચ દેખાવો કરી કસરતી જીવન થકી સ્વસ્થ તંદુરસ્ત જીવન
જીવી શકે.
સુરત – રમિલા બળદેવભાઇ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.