Gujarat

સૌરાષ્ટ્રની 10 બેઠક એવી કે જેમાં પાર્ટી કોઈપણ હોય, જીતશે પાટીદાર જ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 89 બેઠકોના ઉમેદવાર નક્કી થઈ ચૂક્યા છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. વાત સૌરાષ્ટ્રની કરવામાં આવે તો સૌરાષ્ટ્રની 54 બેઠકોમાંથી 10 બેઠકો એવી છે જ્યાં પાટીદાર સામે પાટીદાર ઉમેદવાર છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 12 જિલ્લાઓ આવેલા છે, જેમાં 54 વિધાનસભાની સીટ આવીછે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોંગ્રેસની પકડ વધુ મજબૂત છે.

2017ની ચૂંટણીમાં ભાજપને 23 અને કોંગ્રેસને 30 જ્યારે એનસીપીને 1 સીટ મળી હતી. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં ભાજપનું પ્રભુત્વ વધુ જોવા મળ્યુ હતુ. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એકસરખી સીટ મળી હતી.2012ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મતોનું પ્રભુત્વ ધરાવતી બેઠોક પૈકી 51 બેઠકો પર પાટીદાર ધારાસભ્યો ચૂંટાયા હતા.

જયારે 2017માં પાટીદાર આંદોલન તેની ચરમસીમાએ હતુ તેમ છતાં2017માં 43 પાટીદાર ધારાસભ્યો ચૂંટાયા હતા. જેમાં ભાજપને 27 તથા કોંગ્રેસને 16 બેઠકો મળી હતી. આમ રાજકિય રીતે જોવા જઈએ તો પાટીદાર મતોની ટકાવારી 15 (9 ટકા લેઉવા – 5 ટકા કડવા પાટીદાર મતો) ટકા છે. રાજકિય પંડિતો માને છે કે રાજયમાં 70 ટકા પાટીદાર મતો ભાજપને જયારે 20 ટકા મતો કોંગ્રેસને મળે છે. જયારે 10 ટકા મતો અન્યોને મળે છે.

કઈ કઈ બેઠકો પર પાટીદાર સામસામે છે
ભુજ બેઠક
ભાજપ : કેશવલાલ પટેલ
કોંગ્રેસ: અરજન ભુડિયા
આપ: રાજેશ પંડોરિયા
મોરબી
ભાજપ : કાંતિલાલ અમૃતિયા
કોંગ્રેસ: જયંતી પટેલ
આપ: પંકજ રણસરિયા
રાજકોટ દક્ષિણ
ભાજપ : રમેશ ટીલાળા
કોંગ્રેસ: હિતેશ વોરા
આપ: શિવલાલ બારસિયા
જેતપુર
ભાજપ : જયેશ રાદડિયા
કોંગ્રેસ: દિપક વેકરીયા
આપ: રોહિત ભૂવા
ધોરાજી
ભાજપ : મહેન્દ્ર પાલડીયા
કોંગ્રેસ: લલીત વસોયા
આપ: વિપુલ સાખિયા
સાવરકુંડલા
ભાજપ : મહેશ કસવાળા
કોંગ્રેસ: પ્રતાપ દૂધાત
આપ: ભરત નકરાણી
લાઠી
ભાજપ : જનક તળાવીયા
કોંગ્રેસ: વિરજી ઠુમ્મર
આપ: જયસુખ દેત્રોજા
અમરેલી
ભાજપ : કૌશિક વેકરીયા
કોંગ્રેસ: પરેશ ધાનાણી
આપ: રવિ ધાનાણી
વિસાવદર
ભાજપ : હર્ષદ રિબડીયા
કોંગ્રેસ: કરશન વાડોદરિયા
આપ: ભૂપત ભાયાણી
ટંકારા
ભાજપ : દુર્લભજી દેથરિયા
કોંગ્રેસ: લલીત કાગથરા
આપ: સંજય ભટાસણા

Most Popular

To Top