Gujarat

કે. કૈલાશનાથનની ફરીથી સીએમના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક

પીએમ નરેન્દ્ર મોદીની નજીકના મનાતા રાજ્યના નિવૃત્ત અધિક ચીફ સેક્રેટરી એવા કે. કૈલાશનાથનની રવિવારે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સીએમ ઓફિસમાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ છે. પટેલ પહેલી ટર્મ માટે ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને મુખ્યમંત્રી તરીકે નીમાયા છે ત્યારે કૈલાશનાથનના વહીવટી અનુભવનો લાભ હવે દાદાની સરકારને મળશે. કૈલાશનાથન અગાઉ સરકારમાં અધિક મુખ્ય સચિવ તરીકે 31 મે 2013ના રોજ સેવા નિવૃત્ત થયા હતા. તે પછી તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ તેમના માટે આ જગ્યા ખાસ ઊભી કરીને તેમને સીએમ ઓફિસમાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. મોદી વડાપ્રધાન બન્યા પછી તેમણે આનંદીબેન પટેલ તથા વિજય રૂપણીની સરકારમાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી છે. હવે નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ તેમની ફરીથી ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ છે.

Most Popular

To Top