મહારાષ્ટ્ર (MAHARASHTRA)ના થાણે (THANE) જિલ્લામાં એક યુવકે તેની દુકાનના માલિકની પત્નીની હત્યા (MURDER) કરી હતી. આરોપી યુવક મહિલા સાથે સેક્સ (SEX) માણવા માંગતો હતો. પરંતુ મહિલાએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને તેના પતિને તેની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આથી ગુસ્સે ભરાયેલા યુવકે તેના જ મલિકની પત્નીની હત્યા કરી હતી.
હત્યાની આ ઘટના થાણે જિલ્લાના ડોમ્બિવલીની છે. જ્યાં મનપાડા પોલીસે 20 વર્ષ જુના આરોપીની ધરપકડ કરી હતી. ઘટના રવિવારની સાંજની છે. આરોપીની ઓળખ ગુડ્ડુ કુમાર ઉર્ફે રંજન તરીકે થઈ છે. આરોપી ડોમ્બિવલીમાં કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો. રવિવારે દુકાનના માલિકે તેને તેના ઘરે જમવા માટે બોલાવ્યો હતો. દુકાનના માલિક અને આરોપી રંજનની પત્નીએ દારૂ પીધો હતો અને જમ્યા પહેલા વાત શરૂ કરી હતી. આ બધું ચાલુ જ હતું કે દુકાન માલિકને તાત્કાલિક ફોન આવ્યો અને તેને થોડો સમય ઘરની બહાર જવું પડ્યું. ત્યારબાદ ઘરે તેની પત્ની અને કર્મચારી રંજન એકલા હતા.
દરમિયાન, તેના બોસની ગેરહાજરીનો ફાયદો ઉઠાવતા, રંજનએ તેના બોસની પત્ની સાથે સંભોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને મહિલાને આવું કરવા દબાણ કર્યું હતું. મહિલા રંજનની વાત સાંભળીને ગુસ્સે થઈ ગઈ હતી અને રંજનને ધમકી આપી હતી કે તે તેના પતિને તેની આ બીભત્સ માંગણી વિશે કહેશે. આરોપી રંજન મહિલાની વાત સાંભળીને ગભરાઈ ગયો હતો. અને ત્યારબાદ તેણે મહિલા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને જીવલેણ હુમલો કરી તેની કરપીણ હત્યા કરી દીધી હતી. રંજન ઘટનાને અંજામ આપીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જ્યારે તેની દુકાનનો માલિક ઘરે પાછો વળ્યો, ત્યારે તેને તેની પત્ની લોહીથી લથાયેલી હાલતમાં મળી હતી. તે વિલંબ કર્યા વિના પત્ની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
આ પછી મનપાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જઇ પીડિત દુકાનના માલિકનું નિવેદન નોંધ્યું હતું. ત્યારબાદ તેની ઘટના સ્થળે જ પોલીસ ટીમે આ જ વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડ્યા હતા અને આરોપી રંજનને ઝડપી પડી તેના પર આરોપ લગાવ્યો હતો. પકડાયા બાદ તેણે પુછપરછ દરમિયાન પોલીસ અધિકારીઓને આખી ઘટના જણાવી અને પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો.