આપણાં દેશમાં અનેક વાદ ચાલે છે. જેવા કે કોમવાદ, જાતિવાદ, ધર્મવાદ, પલાયનવાદ, સગાવાદ, મિત્રવાદ વિગેરે વિગેરે પરંતુ આતંકવાદી પરિબળોને લોકો ઘાતકી અને જુલ્મી ગણે છે. ધર્મવાદના નામે રાજકારણીઓ ધાર્મિક જનૂનને ઉશ્કેરીને રાજકીય રોટલો શેકતા હોય છે અને સત્તાના સિંહાસન પર બેઠા છે. જેનાથી પ્રજા વિદિત છે.
આતંકવાદીઓ શાર્પ શૂટરો તો કોઇની હત્યા કરવાની સોપારી લેતા હોય છે, અને ધારેલુ મિશન પાર પાડતા હોય છે. આ બધાને પ્રોફેશનલ કિલર કહેવાય છે, પરંતુ આપણા જાહેર જીવનમાં તકવાદીઓ અનેક જોવા મળે છે, હેતુ કામ સિધ્ધ કરવા માટે અનેક પેંતરા રચતા હોય છે.
ગરજ પતી ગયા પછી છળ કપટ, દગાબાજી કરતા પણ શરમાતા નથી. આમ તકવાદીઓનો સ્વાર્થ કદી પુરો થતો નથી. અનેક કામો કરાવવાની પેરવીમાં ફરતા હોય છે તેનાથી ચેતવાની જરૂર છે. કેમકે આતંકવાદી કરતા તકવાદી વધુ જોખમી છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.