Sports

સાઈના સહીત આ સ્ટાર ખેલાડીઓ ફેંકાયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંથી બહાર

નવી દિલ્હી : થોડા દિવસો બાદ થાઈલેન્ડમાં (Thailand) ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ (Badminton Tournament) યોજવા જઈ રહ્યું છે. પણ આ પહેલા જ એક બુરા સમાચાર આવ્યા છે જે બેડમિન્ટનના ચાહકો માટે ઝટકા સમાન બની ગયા છે. જેનું મુખ્ય કહી શકાયતે પૈકીનું એક કારણ ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભરતીય શટલરોનું (shuttlers) ખરાબ પ્રદર્શન રહ્યું છે. હાલ આ બધાજ ખેલાડીઓની નજરો થાઈલેન્ડમાં યોજાનાર ટુર્નમેન્ટ ઉપર મંડરાઈ રહી છે અને એવામાં જ ભારતીય શટલરો આ પ્રતિયોગીતામાંથી બહાર ફેંકાઈ જવા પામ્યા છે…

આ ભારતીય ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બાહર ફેંકાયા
કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઈલેન્ડ ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં હવે ભાગ લઈ શકશે નહીં કારણ કે સાત્વિક થાપાની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ શકતો નથી. સાત્વિકને આ મહિનાની શરૂઆતમાં ઈન્ડિયા ઓપન સુપર 750 ટૂર્નામેન્ટ દરમિયાન ઈજા થઈ હતી અને તેને નવી દિલ્હીમાં ટૂર્નામેન્ટમાંથી અધવચ્ચેથી જ બહાર થવાની નોબત આવી હતી.

વિશ્વમાં છઠ્ઠા ક્રમના ખેલાડીઓની જોડીનો ભાગ રહેલા ચિરાગે કહ્યું હતું કે તેને થયેલી ઈજા સંપૂર્ણ રીતે ઠીક થઈ નથી તેથી તે થાઈલેન્ડમાં રમી શકશે નહીં. ટોચની ક્રમાંકિત ભારતીય જોડી જે-તે સમેયે સીઝન-ઓપનિંગ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી હતી. મલેશિયા ઓપન સુપર 1000 પ્રથમ રાઉન્ડમાં ચાઈનીઝ તાઈપેઈના સુ ચિંગ હેંગ અને યી હોંગ વેઈ સામે તેમણે ટક્કર ઝીલી હતી .

મોટો ફટકો વિશ્વની ભૂતપૂર્વ નંબર વનસાઈના નેહવાલ પણ ટુર્નામેથમાંથી બહાર
આ એક મોટો ઝાટકો લાગ્યો હોઈ તેવું ચોક્કસ પણે કહી શકાય. કારણ કે વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ભારતીય ખેલાડી સાઈના નેહવાલ અને માલવિકા બંસોડ પણ આ બે લાખ 10 હજાર ડોલરની ઈનામી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવા પામ્યા છ. સાઈનાનો મુકાબલો ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડ સાથે થવાનો હતો જેને તેણે ઈન્ડિયા ઓપનમાં પરાસ્ત કરી હતી. માલવિકાનો મુકાબલો ટોચના ક્રમાંકિત અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન રત્ચાનોચ ઈન્તાનોન સામે થવાની હતી. મહિલા સિંગલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ હવે માત્ર અનુપમા ઉપાધ્યાય અને અશ્મિતા ચલિહા કરશે જેઓ પ્રથમ રાઉન્ડમાં એકબીજા સામે ટકરાશે. કૃષ્ણ પ્રસાદ ગર્ગ અને વિષ્ણુવર્ધન ગૌડ પંજલાની વિશ્વની 34 ક્રમાંકની જોડી મેન્સ ડબલ્સમાં ભારતીય પડકારની આગેવાની કરશે.

ઈશાન ભટનાગર અને સાઈ પ્રતીક કે પહેલા રાઉન્ડમાં ઝેપ બે અને આઠમા ક્રમાંકિત લાસ્સે મોલહેડે સામે જંગ જામશે . મેન્સ સિંગલ્સમાં ભારતીય પડકારનું નેતૃત્વ બી સાઈ પ્રણીત કરશે. ભૂતપૂર્વ સિંગાપોર ઓપન ચેમ્પિયન પ્રણીત, જે વિશ્વ રેન્કિંગમાં 51મા સ્થાને સરકી ગયો છે, તેને પ્રથમ રાઉન્ડમાં બીજા ક્રમાંકિત ચીનના લિયુ ગુઆંગ ઝુ સામે સખત મુકાબલો થશે.

આ ખેલાડીઓ ઉપર રહેશે નજર
મિથુન મંજુનાથનો મુકાબલો પાંચમા ક્રમના જાપાની ખેલાડી કેન્ટા નિશિમોટો સામે થશે. ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ-મેડલિસ્ટ જોડી જાપાનની રેના મિયાઉરા અને અયાકો સાકુરામોટો સામે ટકરાશે જ્યારે શ્રુતિ મિશ્રા અને એન સિક્કી રેડ્ડી ટોચના ક્રમાંકિત જોંગકોલ્ફન કિતિથારાકુલ અને થાઈલેન્ડના રવિન્દા પ્રજોંગજે સામે ટકરાશે. તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાનો મુકાબલો ચીનની ટેન નિંગ અને ઝિયા યુ ટિંગની જોડી સામે થશે. મિશ્ર ડબલ્સમાં બી સુમિત રેડ્ડી અને અશ્વિની પોનપ્પા, રોહન કપૂર અને સિક્કી અને ઈશાન ભટનાગર અને તનિષા કોર્ટમાં ભાગ લેશે.

Most Popular

To Top