SURAT

ભૂતકાળમાં કાપડ ઉદ્યોગકારોને ધક્કા ખવડાવનાર ટેક્સટાઇલ કમિશનરની આખી કચેરી બે દિવસ સુરતમાં

સુરતઃ ભારત સરકારના ટેક્સટાઇલ (Textile) મંત્રાલય હસ્તકની ટેક્સટાઇલ કમિશનર કચેરી દ્વારા ટફ યોજનાના પેન્ડિંગ દાવાઓના નિકાલ માટે મંત્રા સુરત (Surat) ખાતે તા. 30 અને 31મી મે 2022ના રોજ કેમ્પનું (Camp) આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું ઉદ્દઘાટન 30મી મે 2022ના રોજ પોરે 12 વાગ્યે કેન્દ્રીય રાજ્ય વસ્ત્ર મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કરવામાં આવશે. ભૂતકાળમાં ટેક્સટાઇલ ઉદ્યોગકારોને ધક્કા ખવડાવનાર ટેક્સટાઇલ કમિશનરની આખી કચેરી બે દિવસ માટે મંત્રી દર્શના જરદોશના પ્રતાપે સુરત પડાવ નાંખશે.

ATUFS પરની આંતરિક મંત્રાલયની સ્ટિયરિંગ કમિટી (IMSC)એ 2019માં TUFS દાવાઓના તમામ અગાઉના વર્ઝનની પેન્ડિંગ સબસિડી એટલેકે MTUFS, RTUFS અને RRTUFS કેસની સ્કીમ હેઠળ મંજૂર કરાયેલી મુદ્દતની લોન સામે બનાવેલી સંપત્તિની ભૌતિક ચકાસણી કર્યા પછી વિતરિત કરવાનો નિર્ણય લીધો છે. બેંકોએ થર્ડ પાર્ટી દ્વારા JIT કરવા માટે 6 ફરજિયાત દસ્તાવેજો અપલોડ કરવાના છે. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે 75 ટકા પેન્ડિંગ દાવાઓમાં, બેંકો અને એકમો એ કાં તો 6 ફરજિયાત દસ્તાવેજો સબમિટ કર્યા નથી અથવા વારંવાર વિનંતીઓ પછી પણ JIT કરવા માટે તેમની ઇચ્છા સબમિટ કરી નથી. JIT હાથ ધરવામાં આવે છે તેવા કિસ્સાઓમાં, બેંકો, એકમો દ્વારા જરૂરી દસ્તાવેજોની સ્પષ્ટતા સબમિટ કરવામાં આવતી નથી જેના કારણે ભારત સરકારનું કાપડ મંત્રાલય ATUFS સમક્ષ બાકી રહેલા દાવાઓનો નિકાલ સમયસર કરી શક્તું નથી. એ જ રીતે, એમેન્ડેડ અપગ્રેડેશન ફંડ સ્કીમ (ATUFS) નેલગતા કેસોમાં, JIT પહેલેથી જ હાથ ધરવા માંઆવી હોય તેવા કિસ્સાઓમાં ઘણા એકમો દ્વારા જરૂરી સ્પષ્ટતા સબમિટ કરવામાં આવતી નથી.

પેન્ડિંગ કેસોના નિકાલને ઝડપી બનાવવા રિંગ રોડ ખાતે આઉટરીચ, ક્લિયરન્સ કેમ્પ યોજાશે
TUFS હેઠળના તમામ પેન્ડિંગ દાવાઓના નિકાલને ઝડપી બનાવવા માટે, ટેક્સટાઇલ કમિશનરની કચેરી દ્વારા કાપડ ઉદ્યોગ સાહસિકોના ઘરે-ઘરે જઈને આઉટરીચ કેમ્પનું આયોજન કરવાનો અને ક્લસ્ટરોને લગતા કેસો માટે જરૂરી સ્પષ્ટતાઓ/દસ્તાવેજો એકત્ર કરવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રયાસમાં, ટેક્સટાઇલ કમિશનરની કચેરીએ પહેલેથી જ બેંગ્લોર, કોઈમ્બતુર, અમદાવાદ અને મુંબઈ ખાતે આઉટરીચ કેમ્પનું આયોજન કર્યું છે. આ શ્રેણીમાં, હવે 30મી અને 31મી મે, 2022ના રોજ MANTRA રિંગરોડ સુરત ખાતે આઉટરીચ, ક્લિયરન્સ કેમ્પ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. TUFS હેઠળ પેન્ડિંગ કેસો માટે જ્યાં એન્ટિ ટી અને બેંકો તરફથી સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે જેથી સમયબદ્ધ રીતે પેન્ડિંગ કેસોનો નિકાલ થઈ શકે. આ બે દિવસીય શિબિર દરમિયાન કોના કોના કેસો લેવામાં આવશે. તે સંબંધિત લાભાર્થીઓને પહેલેથી જ જાણ કરવામાં આવી છે. આ કેમ્પમાં ટેક્સટાઈલ કમિશનરના અધિકારીઓ, જેઆઈટીનું સંચાલન કરનાર ટેક્સટાઈલ કમિટીના અધિકારીઓ અને સુરતની 32 નોડલ બેંકો અને 12 પીએલઆઈ હાજર રહેશે. સુરતના તમામ કાપડ ઉદ્યોગ સંગઠનો અને સંબંધિત એકમો કે જેમને ટેક્સટાઇલ કમિશનરની પ્રાદેશિક કચેરી, અમદાવાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સુરત અને TUFS ના બાકી રહેલા દાવાઓના નિરાકરણમાં કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપશે.

Most Popular

To Top