સુરત: કાપડ( textiles) અને હીરા ઉદ્યોગ ( diamond ) માં અત્યાર સુધી કોરોનાને ( corona) લીધે ઓર્ડર નહીં મળતાં ઉદ્યોગકારો પરેશાન હતા. પરંતુ હવે વિદેશોમાં કોરાના નિયંત્રણમાં હોવાથી હીરા અને કાપડમાં ખૂબ ડિમાન્ડ( demand) છે. પરંતુ દેશમાં કોરોનાના હાહાકારના લીધે લોકડાઉન ( lockdown) સહિતનાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. તેના લીધે કાચા માલ અને કારીગરોની અછતનો સામનો કરી રહેલા ઉત્પાદકોને કરોડોના ઓર્ડર મળવા છતાં ઉત્પાદન નહીં કરી શકતાં ઓર્ડર રદ થવાની નોબત આવી છે.
જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે, હીરા ઉદ્યોગમા કોરોનાની અસર ઓછી છે. ગયા વર્ષે મુંબઈમાં એક્સપોર્ટ બંધ હતું. તો સુરતથી 3 હજાર કરોડના હીરાની નિકાસ થઈ હતી. આ વર્ષે મુંબઈમાં નિકાસ ચાલુ જ છે, તેથી કોઈ સમસ્યા નથી. પશ્ચિમી દેશોમાં હવે કોરોના પર કાબૂ મેળવી લેવાયો છે. આથી ત્યાં સારી માંગ નીકળી હોવાથી ઓર્ડર મળી રહ્યા છે. પરંતુ સુરત અને મુંબઈમાં કોરોનાના લીધે લોકડાઉન ( lockdown) જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. જેના લીધે કાચો માલ મળી રહ્યો નથી. આથી સમયસર ઓર્ડર પૂરા થઈ શકતા નથી. માત્ર ઉત્પાદક એકમને છૂટ આપવાથી કામ નહીં થાય. સરકારે તમામ ક્ષેત્ર પરના નિયંત્રણો હળવા કરવા પડશે. કારણ કે, કાચા માલ અને કારીગરો વિના ઉત્પાદન કરવું શક્ય જ નથી.
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ જયંતી સાવલિયા કહે છે કે, ઓર્ડરની નહીં કારીગરોની ખોટ છે. બંગાળી કારીગરો પલાયન કરવા માંડ્યા છે. જેના લીધે ઉત્પાદન પ્રક્રિયા મંદ પડી છે. નિયંત્રણો દૂર થવા આવશ્યક છે. સુરતના મેન્યુફેક્ચરરને મુંબઇના જ્વેલર્સ દ્વારા મોટા પાયે ઓર્ડર મળ્યા છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લીધે મોટા ભાગના કામદારો ગયા હતા અને તે પાછા આવી શક્યા નથી. તેના લીધે ઓછા અને સ્થાનિક કારીગરોની હાજરીમાં મેન્યુફેક્ચરિંગનું કામ ચાલી રહ્યું છે.
કાપડ ઉદ્યોગ પણ કામદારોની અછતની સમસ્યાથી પરેશાન છે. દેશમાં લગભગ તમામ બજારો બંધ હોવાથી સ્થાનિક માંગ તળિયે છે, પરંતુ યુએસ-યુરોપ સહિત મોટા ભાગનાં બજારો ખૂલી ગયાં છે. તેથી એક્સપોર્ટ મટિરિયલ્સના કાપડની ડિમાન્ડ વધી છે. જો કે, સ્થાનિક સ્તરે કોરોના લીધે મુકાયેલાં નિયંત્રણોના લીધે કારીગરો અને કાચા માલની અછતનો સામનો કાપડ ઉદ્યોગ પણ કરી રહ્યો છે. અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ યુનિટો બંધ રહે છે. રાતપાળી તો બંધ જ થઈ ગઈ છે. પ્રોડક્શન 50 ટકા ડાઉન થયું છે. કેટલાય નિકાસકારોને વિદેશથી ઓર્ડરની ઈન્ક્વાયરી છે. પરંતુ લોકડાઉન લંબાશે તે ભયથી ઓર્ડર લેતા ગભરાઇ રહ્યા છ