વડોદરા : રાજ્યભરમાં આજે ટેટ-2 ની પરીક્ષા આવી યોજાઈ હતી ત્યારે વડોદરાના 159 પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સમય ઓછો પડ્યો હોવાનું જણાવ્યું હતું. ધોરણ 5 થી 8 માં શિક્ષક બનવા માટેની ટેટ-2 ની પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઇ હતી.રાજ્યમાંથી 2,76,000 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી રાજ્યના આઠ મહાનગરપાલિકામાં પરીક્ષા યોજાય હતી.સમાજવિદ્યા, ગણિત,વિજ્ઞાન, ભાષાનું પેપર કોમન રહ્યું હતું.
ગુજરાતી માધ્યમના 2,65,791 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.ત્યારે અંગ્રેજી માધ્યમના 6113, હિન્દી માધ્યમના 4162 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી વડોદરા શહેરમાંથી 56000થી વધુ પરીક્ષાર્થીઓ શહેરના 159 કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા પહોંચ્યા હતા.ટેટ-1ની પરીક્ષા બાદ આજે ટેટ-2 ની પરીક્ષાનું આયોજન થયું હતું.સ્ટ્રોંગ રૂમમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેપરો કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.પરીક્ષા કેન્દ્રોની અંદર કોઈપણ ઉમેદવારોને હોય મોબાઈલ ફોન કે હેન્ડસેટ કે કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.શહેરની શારદા મંદિર હાઈસ્કૂલ સહિતના વડોદરાના પરીક્ષા કેન્દ્રો પર જુદા જુદા જિલ્લાઓમાંથી પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા.
પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.સમગ્ર રાજ્યમાં લેવાયેલી ટેટ-2ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.ત્યારે વડોદરામાં પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપીને બહાર આવેલા પરીક્ષાર્થીઓએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પેપર એકંદરે સરળ હતું.જે રીતે તૈયારી કરી હતી તે રીતે સારી રીતે પરીક્ષા આપી શક્યા હતા.તો બીજી તરફ કેટલાક પરિક્ષાર્થીઓએ પેપર માટે સમય ઓછો પડ્યો હોવાનું જણાવ્યું હતું.