અમદાવાદ: ગુજરાતના (Gujarat) અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છેલ્લા 4 દિવસથી ભારત ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ (Test Match) ચાલી રહી છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ ભારતને 480 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે આજે મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટે પોતાના વિરાટ અવતાર બતાવ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં કોહલીએ સેન્ચ્યુરી મારી હતી. પણ બીજી સેન્ચ્યુરી થતાં થતાં રહી ગઈ હતી. ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચને આજે ચોથો દિવસ સમાપ્ત થયો હતો જેમાં ભારતે પહેલી ઈનિંગમાં 91 રનની લીડ લઈને 571 રન બનાવ્યાં હતા.
વિરાટ કોહલીએ 364 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 186 રન ફટકાર્યા હતા. શુભમન ગિલે 128 રન બનાવ્યા હતા, તો અક્ષર પટેલે 79 રન અને ચેતેશ્વર પૂજારાએ 42 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરની પીઠમાં દુખાવો હોવાથી બેટિંગમાં નહોતો આવ્યો.
ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવી હશે તો ઓસ્ટ્રેલિયાને બીજી ઈનિંગમાં વહેલી તકે ઓલઆઉટ કરવું પડશે
જણાવી દઈએ કે મેચમાં ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં કોઈપણ નુકશાન વિના ત્રણ રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ ત્રણ અને મેથ્યુ કુહનમેન 0 રન પર રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા હજુ પણ ભારતથી 88 રન પાછળ છે અને તેની દસ વિકેટ બાકી છે. જો ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવી હશે તો ઓસ્ટ્રેલિયાને બીજી ઈનિંગમાં વહેલી તકે ઓલઆઉટ કરવું પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં મોટો સ્કોર બનાવ્યો તો તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ વળતો હુમલો કર્યો હતો. વિરાટ કોહલીના 186 રન ઉપરાંત શુભમન ગિલે પણ 128 રનની ઇનિંગ રમી હતી. આ સાથે અક્ષર પટેલ, કેએસ ભરતે પણ આ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા માટે અજાયબીઓ કરી બતાવી હતી.
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા કર્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા 35 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા થયા છે. આટલા રન બનાવનાર રોહિત છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. તેના પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સેહવાગે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલા રન કર્યા હતા.