એલન મસ્કની કંપની ટેસ્લાની ડ્રાઈવર વગરની કારની દુનિયાભરમાં ચર્ચા છે. ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશ માટે પ્રયાસ કરી રહી છે. હજુ સુધી ભારતમાં ટેસ્લાનું વેચાણ શરૂ થયું નથી ત્યાં તો સુરતના રસ્તા પર એક ટેસ્લા દોડવા લાગી છે. સુરતના એક ઉદ્યોગપતિએ દુબઈથી સાયબર ટ્રક ખરીદી છે.
દુનિયાભરમાં ચર્ચામાં રહેલી 51 લાખની ટેસ્લાની સાયબરટ્રકની. હવે આ અદ્દભુત ટેસ્લા સાયબરટ્રક પહેલી વાર ભારત પહોંચી છે. તે પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ, સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ દ્વારા મંગાવવામાં આવી છે. કારપ્રેમીએ આ સાયબર ટ્રક પર પોતાના ઘરનું નામ ‘ગોપીન’ લખાવ્યું છે.
લવજી બાદશાહે ખાસ દુબઈથી ટેસ્લા સાયબર ટ્રક ઇમ્પોર્ટ કરી છે. દુબઈ પાસિંગ નંબર સાથે જ તે કાર સુરતમાં લાવવામાં આવી છે. સુરતના રસ્તા પર દોડતી આ કારના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.
લવજી બાદશાહે આ સાયબર ટ્રક શોખ ખાતર ખરીદી છે. તેનો લૂક રોબોર્ટ જેવો છે. આ ટ્રકમાં ખાસ બુલેટપ્રૂફ ગ્લાસ ફીટ કરાયેલા છે. તેની એડજસ્ટેબલ એર સસ્પેન્શન સિસ્ટમ દરેક પ્રકારના રસ્તા માટે તેને અનુકૂળ બનાવે છે. સિટી ડ્રાઈવિંગથી ઓફ રોડ એડવેન્ચર સુધી તે દોડવા તૈયાર છે. લવજી બાદશાહનો પુત્ર કારનો શોખીન છે. દીકરીના શોખને પુરો કરવા લવજી બાદશાહે આ કાર ખરીદી છે. ટેસ્લા સાયબર ટ્રક લવજી બાદશાહના ગોપીન ઘરના દરવાજે શાનથી ઉભી હોય છે. ટ્રક પર તેમણે પોતાના ઘરનું નામ ગોપીન લખાવ્યું છે.
નોંધનીય છે કે, ટેસ્લા કંપનીએ હજી સુધી ભારતમાં સાયબર ટ્રક લોન્ચ કરવાનો કોઈ પ્લાન જાહેર કર્યો નથી. હાલ કંપની “મોડલ 3” અને “મોડલ Y” દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે પરંતુ, એ બધાની વચ્ચે લવજી બાદશાહે સાયબર ટ્રક ભારતમાં લઈ આવ્યા છે.