ભરૂચ શહેર અને હાઇવે ઉપર વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાવેલા CCTV કેમેરાની કેટલાંક સ્થળે તાઉતે વાવાઝોડાએ દશા અને દિશા બદલી નાંખી હતી. સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ હેઠળ ભરૂચ શહેર અને હાઇવે ઉપર 580 લગાવેલા કેમેરા પૈકી કેટલાક 60 KM ઝડપે ફુંકાયેલા વાવાઝોડામાં હલી ગયા છે.
વાવઝોડાને 1 મહિનાનો સમય વીતી જવા છતાં હજી ફરી ગયેલા કેમેરા કે નમી ગયેલા પોલને વ્યવસ્થિત કરવામાં આવ્યા નથી. ભરૂચ શહેરમાં તાઉતે વાવાઝોડાના પગલે 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતાં વૃક્ષો, વીજ થાંભલા સહિત સરકારી અને ખાનગી મિલકતોની પણ નુકસાન થયું હતું. શહેરનાં વિવિધ પોઇન્ટ, સર્કલ, મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ એડ્વાન્સ ટેક્નોલોજીના લગાવેલા કેમેરાઓ સાથે તેના ઊભા કરાયેલા થાંભલાને પણ નુકસાન થયું છે.
શહેરનાં કેટલાંક સ્થળો અને સર્કલો ઉપર તાઉતે વાવાઝોડામાં નમી ગયેલા કે ફરી ગયેલા CCTV હજી પણ જૈસે થે હાલતમાં નજરે પડી રહ્યા છે. જ્યારે એક-બે સ્થળે તો તેના પોલ અને કેમેરાને પણ નુકસાન થયું હોવાનું જણાઈ રહ્યું છે. વાવાઝોડામાં CCTVની દશા અને દિશા ફરી ગઈ હોય તેને વહેલી તકે એ દુરસ્ત કરાય તે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં સીસીટીવી કેમેરાની જરૂરિયાત દિવસે ને દિવસે વધી રહી છે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સાથે ગુનાઓને ઉકેલવામાં સીસીટીવી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે શહેરમાં સીસીટીવીની આ હાલત જોઇને તંત્રની બેદરકારીનો અંદાજો લગાડી શકાય છે. જો આવી જ રીતે તંત્રની બેદરકારી યથાવત રહેશે તો પ્રજાના પૈસા તૈયાર કરવામાં આવેલા સીસીટીવી હોવા છતાં કોઇ કામ લાગી શકશે નહીં. તંત્રએ જલદીથી સીસીટીવી કેમેરા દુરસ્ત કરવા જોઇએ
ચલથાણ નજીક થ્રી વ્હિલ ટેમ્પોમાં લઈ જવાતાં બે પાડાને ઉગારી લેવાયા
પસલાણા: અમદાવાદ-મુંબઇ તરફ જતા ને.હા. ઉપર એક થ્રી વ્હિલ ટેમ્પો નં.(જીજે ૫ બીયુ ૩૮૦૭)માં બે પાડાને ગેરકાયદે ભરી લઇ જવાતા હોવાની જાણ કડોદરા પોલીસને થતાં તેમણે ચલથાણના રાજહંસ ટ્રાન્સપોર્ટની સામે થ્રી વ્હિલ ટેમ્પોમાં તપાસ કરતાં બે પાડાને કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક બાંધી લઇ જવાતા હતા. ત્યારે પોલીસે ટેમ્પો કિં.રૂ.૭૦ હજાર, પાડા કિં.રૂ.૬ હજાર મળી કુલ ૭૬ હજારના મુદ્દામાલ સાથે ટેમ્પોચાલક અલર્ફે સલીમ (રહે., શોએબનગર, ઉન, સુરત)ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.