National

જમ્મુમાં બે કાશ્મીરી પંડિત પર આતંકી હુમલો, એકનું મોત

જમ્મુ: જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં ફરી એકવાર કાશ્મીરી પંડિતો(Kashmiti Pandit)ને નિશાન(Target) બનાવવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં(Shopian) મંગળવારે આતંકવાદી(terrorists)ઓએ બે કાશ્મીરી પંડિત ભાઈઓ પર અંધાધૂંધ ગોળીબાર(Firing) કર્યો હતો. ફાયરિંગમાં સુનિલ કુમાર ભટ્ટનું મોત થયું હતું. જ્યારે તેનો ભાઈ ગંભીર રીતે ઘાયલ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સફરજનના બગીચામાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત ભાઈઓ પર ગોળીઓ વરસાવી છે. કાશ્મીરી પંડિત સુનિલ કુમાર ભટ્ટનું ટાર્ગેટ કિલિંગમાં મૃત્યુ થયું હતું. જ્યારે પક્ષીમ્બર નાથ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પહેલા નામ પૂછ્યું પછી ગોળી મારી
શોપિયાના છોટેપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન સુનીલ ભટ્ટને ગોળી વાગી હતી. જ્યારે તેનો ભાઈ ગંભીર રીતે ઘાયલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ કરતા પહેલા કાશ્મીરી પંડીઓના નામ પૂછવામાં આવ્યા હતા. જે બાદ ગોળીઓનો વરસાદ શરૂ થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપના નેતા નિર્મલ સિંહે કહ્યું કે કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. સુનીલ કુમાર પોતાનું કામ કરી રહ્યા હતા, પરંતુ આતંકવાદીઓ ગમે તેટલી કોશિશ કરે, તેઓ તેમના મનસૂબામાં ક્યારેય સફળ નહીં થાય.

એલજીએ દુઃખ વ્યક્ત કર્યું 
શોપિયાંમાં થયેલા આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુખ વ્યક્ત કર્યું છે. લેફ્ટનન્ટ ગવર્નરે ટ્વીટ કર્યું, “શોપિયામાં નાગરિકો પર થયેલા આતંકવાદી હુમલા પર શબ્દોથી પરે. સુનિલ કુમારના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના. આ હુમલો સખત નિંદાને પાત્ર છે. બર્બર કૃત્ય માટે જવાબદાર આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે” 

મહેબૂબા મુફ્તીએ શોક વ્યક્ત કર્યો
પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ શોપિયાંમાં ટાર્ગેટ કિલિંગ વિશે કહ્યું કે શોપિયાંમાં બનેલી ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયોને કારણે જમ્મુ-કાશ્મીરના દરેક રહેવાસીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે આ હુમલા મામલે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ છે. તેમણે કહ્યું કે સુરક્ષાને ટાંકીને કલમ 370 હટાવી દેવામાં આવી છે. પરંતુ કાશ્મીરી પંડિતો ઘાટીમાં અસુરક્ષિત છે.

Most Popular

To Top