જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન પર હુમલો થયો છે. આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો છે.
આ હુમલો સુંદરબની વિસ્તારમાં થયો હતો. સુંદરબનીના એક ગામમાં બપોરે 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની. શરૂઆતના અહેવાલો અનુસાર આતંકવાદીઓએ સેનાના વાહન પર એકથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હુમલો થયો ત્યારે સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પહેલા 7 ફેબ્રુઆરીએ ભારતીય સેનાએ સાત પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. આ પહેલા પણ આતંકવાદીઓએ ઘણી વખત ઓચિંતો હુમલો કર્યો છે અને દરેક વખતે સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.
