અમેરિકા સ્થિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એર ઈન્ડિયાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ વીડિયો જાહેર કર્યો હતો અને 1984ના શીખ રમખાણોનો બદલો લેવાની વાત કરી હતી. તેણે લોકોને 1થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં મુસાફરી ન કરવાની સલાહ આપી હતી.
પન્નુએ કહ્યું કે નવેમ્બર 1984ના શીખ રમખાણોની 40મી વર્ષગાંઠ છે. 1984માં 13 હજારથી વધુ શીખ, મહિલાઓ અને બાળકો માર્યા ગયા હતા. આજે પણ દિલ્હીમાં વિધવા વસાહત છે. આ સમગ્ર ઘટના ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. વિદેશ પ્રવાસ કરતા લોકોએ 1થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયાનો બહિષ્કાર કરવો જોઈએ. તેણે પાયલટને ધમકી આપી હતી કે બોર્ડ પર શંકાસ્પદ બોમ્બ હોઈ શકે છે.
હરિયાણાના રહેવાસી વિકાસ યાદવને અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે. FBIએ વિકાસને ભારતીય ગુપ્તચર એજન્સી RAWનો અધિકારી ગણાવ્યો હતો. અમેરિકા સ્થિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એર ઈન્ડિયાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ વીડિયો જાહેર કર્યો હતો અને 1984ના શીખ રમખાણોનો બદલો લેવાની વાત કરી હતી. તેણે લોકોને એર ઈન્ડિયામાં મુસાફરી ન કરવાની સલાહ આપી હતી.
પન્નુએ કહ્યું કે નવેમ્બર 1984ના શીખ રમખાણોની 40મી વર્ષગાંઠ છે. 1984માં 13 હજારથી વધુ શીખો માર્યા ગયા હતા. આ સમગ્ર ઘટના ભારત સરકાર દ્વારા ઘટી હોવાથી હવે તે તેનો બદલો લેશે. તેણે કહ્યું કે વિદેશ પ્રવાસ કરતા લોકોએ 1થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં પ્રવાસ ન કરે.
પન્નુ સામે લગભગ 12 કેસ છે
SFJ અને પન્નુ વિરુદ્ધ ભારતમાં 12 કેસ નોંધાયા છે. તેમાંથી પંજાબમાં રાજદ્રોહના 3 કેસ પણ છે. પંજાબ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં SFJ દ્વારા સોશિયલ મીડિયા પર ઘણા વર્ષોથી અલગતાવાદી પોસ્ટની માહિતી હતી. આમાં તે આતંકવાદીઓને સપોર્ટ કરતો હતો. પન્નુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે પંજાબી ભાષામાં ઓડિયો અને વિડિયો સંદેશા બહાર પાડે છે. આમાં તે પંજાબી યુવાનોને ભારત વિરુદ્ધ ઉશ્કેરે છે. પૈસાની લાલચ આપીને પંજાબ અને હરિયાણામાં સરકારી ઈમારતોમાં ખાલિસ્તાની ઝંડા લગાવવામાં આવ્યા છે. આ સિવાય તાજેતરમાં જી-20 મીટિંગ દરમિયાન દિલ્હીના મેટ્રો સ્ટેશન પર ખાલિસ્તાની સ્લોગન લખેલા પણ જોવા મળ્યા હતા.