એક મહિલાએ કહ્યું કે મારો પતિ મુસ્લિમ નથી એ જાણીને તેને ગોળી મારી દીધી અમે ભેલપુરી ખાઇ રહ્યા હતા… અને તેણે મારા પતિને ગોળી મારી દીધી એમ પહેલગામ હુમલામાં બચી ગયેલી એક મહિલાએ ધ્રુજતા અવાજમાં કહ્યું હતું. તેનો પતિ લક્ષ્ય બનાવેલા ઘણા લોકોમાંનો એક હતો. બંદુકધારીએ કહ્યંુ કે મારો પતિ મુસ્લિમ નથી અને પછી તેને ગોળી મારી દીધી એમ આ મહિલાએ કહ્યુ઼ હતું. તે હજી આઘાતમાં છે.
હુમલાખોરોએ નામ પૂછીને ગોળીઓ મારી હોવાન઼ુ જાણવા મળે છે. તેનો વીડિયો પણ બહાર આવ્યો છે જેમાં એક મહિલા બેકાબૂ રીતે રડી રહેલી જણાય છે અને મદદ માટે પોકાર કરી રહી છે. તેના શબ્દો માંડ સમજી શકાય છે કારણ કે તેનો અવાજ રૂંધાઇ ગયો હતો.
વીડિયો ઉતારનાર તેને સાંત્વના આપી રહેલ જણાય છે અને તેની આજુબાજુ વ્યાપેલી અંધાધૂંધી અંગે તેને સમજાવે છે. એક અન્ય ક્લિપમાં એક ગંભીર ઇજાગ્રસ્ત પુરુષની નજીક એક મહિલા લોકોને તાકીદની મદદ માટે પોકાર કરે છે. સર, પ્લીઝ, પ્લીઝ કોઇને મદદ માટે બોલાવો એમ તે કહે છે, તેનો અવાજ ફાટી ગયો છે.
