National

જમ્મુ-કાશ્મીર: કઠુઆના પહાડી વિસ્તારમાં લશ્કરી વાહન પર આતંકી હુમલો, 4 જવાન શહીદ, 6 ઘાયલ

જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા લશ્કરી વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. આતંકી હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા અને છ જવાન ઘાયલ થયા હતા. હુમલા બાદ ભારતીય સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં જવાનોએ જીવ ગુમાવ્યો હતો. સૈનિકોએ સામે ગોળીબારી કરી મોટી કાર્યવાહી કરી હતી. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 થી 3 આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના વાહન પર આતંકી હુમલો થયો હતો. હુમલા બાદ ભારતીય સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકવાદીઓએ લોઈ મરાડ ગામ પાસે સેનાના એક વાહનને નિશાન બનાવ્યું હતું. જેમાં 4 જવાન શહીદ થયા હતા જ્યારે 6 જવાન ઘાયલ થયા છે. સેનાએ જવાબી કાર્યવાહી કરી અને કઠુઆ જિલ્લાના સમગ્ર માચેડી વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. બદનોટા ગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.

આતંકવાદીઓએ કઠુઆ જિલ્લાના કંડી વિસ્તારના લોહાઈ મલ્હારમાં જેંડા નાળા પાસે લશ્કરી વાહનને નિશાન બનાવ્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળોની અન્ય ટીમો પણ એન્કાઉન્ટર સ્થળ તરફ રવાના થઈ ગઈ હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. નજીકના કનેક્ટિવિટી રૂટને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

બે દિવસમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સહિતના સંયુક્ત દળોએ પણ આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણા શોધી કાઢ્યા અને તેને નષ્ટ કરી દીધા. આતંકવાદીઓએ ઘરના કબાટની પાછળ એક ગુપ્ત ઓરડો રાખ્યો હતો, જ્યાં સેનાની શોધખોળ વધુ તીવ્ર બને ત્યારે તેઓ છુપાઈ શકે. આ રૂમનો દરવાજો કબાટના ડ્રોઅરમાંથી ખુલ્યો હતો.

Most Popular

To Top