ગુજરાતમિત્રના તારીખ 22-6-2025ની રવિવારની પૂર્તિમાં વર્ષોથી લખતા દિનેશ પંચાલનો લેખ વાંચીને ઘણો જ આનંદ થયો. ખુબ જ ધન્યવાદ – શાબાશ આવેલ્લેખ રેશનાલીસજ લખી શકે. જે લોકોએ ન વાંચ્યો હોય તે 22 સન્ડેનો અંક મેળવી વાંચી લેવો. હું વર્ષોથી રવિપૂર્તિ આવે એટલે પ્રથમ એ જ વાંચું છું. લેખમાં ફિલ્મ મધર ઇન્ડીયાની એક ગીત પંક્તિ છે. ખુબ ગમી દુનિયામે હમ આયે હેં તો જીના હી પડેગા- જીવન હે ઝહર હે તો પીના હી પડેગા. એ વાંચી મને એક ફીલ્મની એવી જ પંક્તિ યાદ આવી. (1) અય માલીક તેરે બંદે હમ એસે હો હમારે કરમ. એ પહેલાના જમાનામાં ગીતોમાં સચ્ચાઈ- પ્રેરણા- બોધ હતા. જે હવે નથી. ફિલ્મીદુનિયામાં કલાકારોમાં દિલીપકુમાર- દેવઆનંદ- રાજકપૂર- આશા પારેખ અત્યારે ખાનબંધુઓ- કપૂરબંધુઓની તથા લલીતા પવાર- ડાયરેકટરમાં મહેબુબ ખાન, બી આર ચોપરા વિલનમાં કે. એન સીંગ- પ્રાણ ગીત ગાયકમાં લતા મંગેશકર- આશા- શમશાદ બેગમ- કોમેડીમાં મહેમુદ- યાકુબગોપ- ભગવાનદાસ- અસરાની આ બધા ફિલ્મી દુનીયાના લોકો પાસેથી બિન સાંપ્રદાયીકની પ્રેરણા લેવી આજના રાજકારણીઓને જરૂર છે.
એ બલવાન રાજકારણીઓમાં યોગી- મોદી- શાહ જેવા સત્તાનો દુરૂપયોગ કરીને બાબરી મસ્જીદ- સંભલ મસ્જીદ- કુતુબ મિનાર- તાજમહાલ- ઔરંગઝેબનો મકબરો જેવા બનાવો આતંકવાદી પેદા કરે છે. એક ધર્માંધ ઔરંગઝેબને કારણે અકબર બાદશાહ જેવા દરબારમાં નવરત્નો હતા. શાહજહાં જેણે ઐતીહાસીક સ્થાપત્યો બનાવ્યા જેનાથી ભારતનું નામ રોશન થાય. વિદેશીઓ લાખો ખર્ચી જોવા આવે એ લોકોને ભલું બુરૂ કહેવું ઉચીત નથી. અને છેલ્લે = ન સમજોગે તો મીટ જાઓગે અય હીંદુસ્તાન વાલો તુમહારી દાસ્તાં તક ન હોગી દાસ્તાનો મે = કવી ઇકબાલ
નવસારી – પરવેઝ મીસ્ત્રી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.