પુલવામા હુમલાની બીજી વર્ષગાંઠ પર, સુરક્ષા દળોએ આતંકી હુમલાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો. સુરક્ષા દળોએ જમ્મુ બસ સ્ટેન્ડમાંથી 7 કિલો ઇમ્પ્રોવિઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યું. સુરક્ષા બળોએ સમગ્ર બસ સ્ટેન્ડમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકીઓ પુલવામાની બીજી વર્ષગાંઠ પર મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા.
IG સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે
જમ્મુ પોલીસે સાંજે 4.30 વાગ્યે પોલીસ લાઇનમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આમાં જમ્મુના IG મુકેશસિંહ માહિતી આપશે. પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ બસ સ્ટેન્ડમાંથી મળી આવેલા વિસ્ફોટકો અને આતંકવાદીઓના ષડયંત્રનો ખુલાસો કરી શકે છે.
ગયા અઠવાડિયે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી
રેસિડેન્ટ ફ્રન્ટ (TRF) ના આતંકવાદી ઝહૂર અહમદ રાથેદને શનિવાર, 13 ફેબ્રુઆરીએ સામ્બાથી ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે ભાજપના ત્રણ કાર્યકરોની હત્યા માટે રાથેડ કાશ્મીરમાં વોન્ટેડ હતો. ફેબ્રુઆરીએ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) ના કમાન્ડર હિદયાતુલ્લા મલિક ઉર્ફે હસ્નાઇનને જમ્મુના કુંજવાનીથી ધરપકડ કરવામાં આવી હતી.
આ દિવસે જ, બે વર્ષ પહેલાં પુલવામામાં હુમલો થયો હતો
14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF જવાનોના કાફલા પર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં એક બસ ને બોમ્બથી ઉડાડી હતી. આ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા છે. આ હુમલો જૈશ દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના સહયોગથી કરવામાં આવ્યો હતો. NIAએ 19 લોકો પર આ હુમલોની કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો, જેમાંથી 6 સૈન્ય દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
હુમલાના જવાબમાં એરફોર્સ દ્વારા બાલાકોટ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી પુલવામા હુમલાના 12 દિવસમાં જ ભારતીય વાયુસેનાએ શહીદ સૈનિકોનો બદલો લીધો. વાયુસેનાએ હવાઇ હુમલા દ્વારા બાલાકોટમાં ઘણા આતંકવાદી નિશાનને નષ્ટ કરી દીધા હતા. આ કાર્યવાહીમાં 300 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવે છે.
પુલવામા આતંકવાદી હુમલાના ગુનેગારને પાઠ ભણાવવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને એર સ્ટ્રાઇક કરી હતી પરંતુ પાડોશી દેશ વિશ્વને ગુમરાહ કરવા માંગે છે. પાકિસ્તાનનાં સુરક્ષા અધિકારીઓ મીડિયાને તે પહાડ પર જતા અટકાવી રહ્યા છે જ્યાં ભારતીય એરફોર્સ દ્વારા મિસાઇલ એટેક કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી રોયટર્સની એક ટીમને પણ ગુરૂવારે એવી જ સ્થિતીનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાન અધિકારીઓએ મીડિયા ટીમને ઉતર પુર્વી પાકિસ્તાન ખાતે બાલકોટની તે પહાડી પર બનેલા મદરેસા અને આસપાસની ઇમારતોને નજીક જતા અટકાવી દીધા. ગત્ત અઠવાડીયે ભારતીય એરફોર્સનાં ફાઇટર વિમાનોએ આ વિસ્તારને નિશાન બનાવ્યા હતા