Charchapatra

કમિશનરશ્રી કહો, સુરત સ્વચ્છતામાં કેમ પાછળ?

સુરત મહાનગરપાલિકામાં કમિશનર રાવ સાહેબ હતા ત્યારે જાણીતી હોટલો, રેસ્ટોરન્ટ, લારીગલ્લાઓ, મિઠાઇ ફરસાણની દુકાનો તથા અન્ય જગ્યા પર થતી ગંદકીઓ તથા મિઠાઇઓમાં ફરતા વાંદા, ગરોળી વિગેરે પકડાતા હતા અને સખ્ત દંડ કરી સીલ મારી સફાઇ કરાવી, ચેકીંગ કરી પરમિશન આપતા હતા. કમિશનર રાવ સાહેબ ગયા પછી શું સુરતમાં બહુ જ ચોખ્ખાઇ થઇ ગઇ છે? તે સારી રીતે આરોગ્ય ખાતુ જાણે છે. કોઇ ઉપરી અધિકારી આ અંગે તપાસ કરશે ખરા? હાલમાં એક જાણીતી હોટલમાં ઇયળ પકડાઇ તેમા ફકત રૂા. ૨૦૦૦/- નો દંડ કરી ફરી ધમધમતી થઇ ગઇ. તેમાં પરદા પાછળ અંધારુ નથી લાગતું? કમિશનર રાવ સાહેબ હતા ત્યારે મહોલ્લાના છોકરાઓ કે શાકભાજી મારકેટની શાકભાજીવાળા કે ઘરની સ્ત્રી સભ્યો પણ તેમનું કમિશનર તરીકે નામ જાણતા હતા આજે કોઇને સત્તા પર રહેનાર કમિશનરનું નામ ખબર નથી એવી અમારી ધારણા છે.
સુરત     – મહેશ પી. મહુવાગરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top