World

ઓનલાઈન ગેમની ચેલેન્જ માટે અમેરિકામાં ટીનએજર્સ લોકોના ઘરમાં ઘૂસી તેમને ડરાવે છે, વીડિયો વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા(Social Media) પર સતત અજીબોગરીબ ચેલેન્જ, ગેમ અને ટ્રેન્ડ વાયરલ થતા રહે છે, જેમાં મોજમસ્તીના નામ પર લોકો પાસેથી વિચિત્ર કામો કરાવવામાં આવે છે. આવા ટ્રેન્ડની ઝપેટના ભોગ સૌથી વધુ માસૂમ ટીનએજર બનતા હોય છે.

હાલમાં આવો જ એક ટ્રેન્ડ ટિકટોક (TikTok) પર ચાલી રહ્યો છે. આ એક અજીબ પ્રેન્ક (Prank) છે, જેને ખાસ કરીને ટીનએજર ફોલો કરી રહ્યા છે. તેમજ જેમના પર આ પ્રેન્ક કરવામાં આવી રહ્યો છે. તેમના માટે આ મુસીબત બની ગયો છે. આ પ્રેન્ક ખુબ જ ખતરનાક છે. આ પ્રેન્ક ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે કેટલાક ટીનએજર્સે ટિકટોક પર એક વીડિયો શેર ર્ક્યો હતો. જેમાં તેઓ ગેમના નામ પર લંડનમાં અજાણ્યા લોકોના ઘરોમાં ઘુસી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વીડિયોમાં સૌથી પહેલા તેઓ દિનદહાડે એક પરિવારના ઘરમાં ઘુસી જાય છે. જ્યારે છોકરાઓ ઘરમાં ઘુસતા હોય ત્યારે દરવાજાની બહાર ઝાડુ મારતી મહિલા તેમણે જોઈ લે છે અને પતિને બૂમ પાડે છે. મહિલાનો પતિ બેઝમેન્ટથી ભાગતો આવે છે અને આ લોકોને રોકવાનો પ્રયત્ન કરે છે, પછી જુએ છે કે આ બાળકો ઘરની અંદર સોફા પર જઈને એવી રીતે બેસી જાય છે, જેમ કે તેઓ પોતાના ઘરે હોય. મહિલાનો પતિ તે લોકોને ઘરથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને કહે છે અહીં બાળકો છે, પ્લીઝ જાઓ.

@secretmizzy નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયોને લઈને લોકો ગુસ્સે થયા છે અને તેમને પોલીસને આમાં ટેગ કરીને આ લોકો પર એક્શન લેવા માટે પણ કહ્યું છે. વીડિયો પર લોકોએ અનેક કમેન્ટસ ર્ક્યા છે. એક વાર તેઓ ખોટા ઘરમાં ઘુસી જશે તો તેમની અક્લ ઠેકાણે આવી જશે. એક યૂઝરે લખ્યું કે, ‘પ્રેન્ક કરવા પહેલા થોડો વિચાર કરવો જોઈએ.’ અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘આ શું ખરાબ પ્રેન્ક છે. આવી રીતે કોઈના પણ ઘરમાં કેવી રીતે ઘુસી શકે છે.’

આના પહેલા પણ પ્રેન્કના નામ પર ટિકટોક પર એક અજીબ વીડિયો વાઈરલ થયો હતો. જેમાં કેટલાક યુવાઓ રેસ્ટોરાંમાં જઈને અજાણ્યા લોકોની થાલીમાંથી જમવાનું ઉઠવાની ખાઈ રહ્યા હતા.

Most Popular

To Top