હેરી પોટર હોય કે પછી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા (Mister India Film) આપણે તેમાં લોકોને ગાયબ થતા જોયા છે પણ વાસ્તવિકમાં આવું કઈ પણ જોવા મળતું નથી. જોકે હવે તે શક્ય બનતું દેખાય છે. મનુષ્યની અર્દશ્ય થવાની ઇચ્છા પુરી થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ એક એવુ અદભૂત કવચ (Shield) બનાવ્યું છે કે જેની પાછળ છુપાઈને વ્યક્તિ ગાયબ થઈ જશે. આ શોધે હેરી પોટર (Harry Potter) કે ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાની વાર્તા અમુક અંશે સાચી બનાવી દીધી છે.
કાલ્પનિક અને વાસ્તવિકતામાં એટલો ઘણો બધો તફાવત છે. પરંતુ વિજ્ઞાન એક એવી અદ્ભુત વસ્તુ છે, જે દરેક સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવી શકે છે. સદીઓથી ચાલતી આવી રહેલી માણસના ‘અદ્રશ્ય’ થવાની કલ્પનાને પણ વૈજ્ઞાનિકોએ ઘણી હદ સુધી સાકાર કરી દીધી છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક એવું કવચ બનાવ્યું છે જેની પાછળ જતાની સાથે જ વ્યક્તિ ગાયબ થઈ જાય છે. આ શાનદાર ટેક્નોલોજી (Technology) લંડન સ્થિત સ્ટાર્ટ-અપની છે જેનું નામ અદ્રશ્ય શિલ્ડ કંપની (Invisiblity Shield Co.) છે.
આ શોધમાં એવા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના પર પ્રકાશ પડ્યા પછી તે અલગ જ અસર આપે છે. તેની પાછળની વસ્તુઓ જોતજોતામાં જ ગાયબ થઇ જાય છે. આ કવચનું નામ વેનિશિંગ શિલ્ડ (Vanishing Shield) કે ઇન્વિસિબલ શિલ્ડ (Invisible Shield) છે. મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં સ્ટાર્ટ-અપ કંપની દ્વારા આવા 25 અદ્રશ્ય કવચ તૈયાર કરવામાં આવ્યા છે, જે સંપૂર્ણ રીતે કાર્યરત છે. કંપની હજુ પણ આવા વધુ શિલ્ડ પર કામ કરી રહી છે. કંપનીએ આ વેનિશિંગ શિલ્ડ અંગે જણાવતા કહ્યું હતું કે આ માટે તેમને ઘણું સંશોધન અને મહેનત કરવી પડી હતી. વિવિધ પ્રકારની સામગ્રી અને ઘણી નિષ્ફળતાઓ પછી, આખરે તેણે આ કવચ તૈયાર કર્યું છે. જે વ્યક્તિને અદ્રશ્ય કરી શકે છે.
તમને જણાવી દઈએ કે આ કવચ બે અલગ અલગ કદમાં બનાવામાં આવી છે. તેમાંથી નાની શીલ્ડની લંબાઈ-પહોળાઈ 12×8 ઈંચ છે અને મોટી શીલ્ડ 37×25 ઈંચની છે. આ કવચમાં એક ખાસ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોઈ પણ વસ્તુઓને અદ્રશ્ય કરી શકે છે. જ્યારે પ્રકાશ કવચની પાછળ પડે ત્યારે તે કેન્દ્રબિંદુ પર પ્રત્યાવર્તન કરે છે અને પછી ચારે બાજુ ફેલાય છે. તે કવચના આગળના છીછરા કોણ ભાગ સુધી જાય છે, પછી પ્રકાશ અંદરની તરફ પ્રતિબિંબિત થવા લાગે છે. આ પ્રસરણ, પ્રતિબિંબ અને રીફ્રેક્શનની રમત છે કે જેનાથી કવચની પાછળ ઉભેલી વ્યક્તિ દેખાતી નથી. કવચમાં વપરાતી સામગ્રી ગમે તેવા તાપમાનનો સામનો કરી શકે છે અને એકદમ મજબૂત છે. તે સમાન પૃષ્ઠભૂમિ પર સારું પ્રદર્શન કરે છે.