વ્યારા: (Vyara) સોનગઢનાં (Songadh) બોરદા વિસ્તારના ફતેપુર ગામની પ્રા.શાળાના (School) લંપટ આચાર્યએ ધોરણ-૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સફાઈ કામ માટે શાળામાં બોલાવી શારીરિક અડપલાં (Physical Teasing) કર્યા હતા. પોતાનાં માતા- પિતાને જાણ કરતા સગીરાની છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. માસુમ વિદ્યાર્થિનીની છેડતી મામલે પોલીસ ફરિયાદ નોંધાતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ લખાય છે ત્યાં સુધી જિલ્લા શિક્ષણ અધિકારીએ આ લંપટ આચાર્ય વિરુદ્ધ કોઈ નક્કર પગલાં ભર્યાંનું સામે આવ્યું નથી.
સોનગઢ તાલુકાના છેવાડાના બોરદા વિસ્તારની ફતેપુર ગામમાં પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નરપત વસાવાએ ધો-૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને એકલી બોલાવી શરીરે હાથ ફેરવ્યો હતો. તેણીની છાતીના ભાગે અડપલાં કરી જાતિય સતામણી કરી હતી. બાદમાં માસુમ વિદ્યાર્થિનીએ પોતાના પરિવારજનોને આચાર્યે તેની સાથે કરેલી હરકતની જાણ કરી હતી. ગ્રામજનોને પણ આ ઘટનાંની જાણ થતાં ભારે રોષ છવાયો હતો અને સરપંચ સાથે શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. લંપટ આચાર્યને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસને બોલાવી તેઓનાં હવાલે કર્યો હતો.
હાલ તો ગ્રામજનોએ આ લંપટ શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી છે. વિદ્યાર્થીનીના માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આચાર્યની ધરપકડ કરી હતી.
સ્કુલની રીક્ષા ડ્રાઈવરે જ ધોરણ-12 ની વિદ્યાર્થીનીની છેડતી કરી
સુરત: શહેરના ભંડારીવાડમાં રહેતા અને સ્કૂલ રિક્ષાની વરદી મારતા યુવકે રિક્ષામાં લઈ જતી ધોરણ-12 ની વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. વિદ્યાર્થીનીની માતાને જાણ થતાં અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના સગરામપુરા ખાતે ભંડારીવાડમાં રહેતો 24 વર્ષીય સાગર પ્રફુલભાઈ બકરિયા હાલ નાસ્તાની લારી ચલાવે છે. થોડા મહિના પહેલા તે સ્કૂલ રિક્ષાની વરદી મારવાનું કામ કરતો હતો. સાગરના પિતા પણ વર્ષોથી સ્કૂલની વરદી મારવાનું કામ કરે છે. પરંતુ ત્રણેક વર્ષથી તેમનું કામ પુત્રએ સંભાળી લીધું હતું. સાગરના ઘર નજીક રહેતી ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પહેલા ધોરણથી સાગરના પિતાની રિક્ષામાં આવજાવ કરે છે. છેલ્લા ત્રણેક વર્ષથી સાગરની સાથે સંપર્કમાં આવી હતી. સાગર વિદ્યાર્થીનીને સ્કુલમાં મુકવા લાવવા રિક્ષામાં લઈ જતો અને અવાર નવાર તેનો પીછો કરતો હતો. વિદ્યાર્થીની સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા. અઠવા પોલીસે છેડતીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.