વડોદરા: હવે શહેરમાં જાહેરમાં કે અન્ય સ્થળે યુવતિઓની છેડતી અને હેરાન કરનાર રોમિયોની ખેર નથી. કારણકે મહિલાઓની છેડતી અને હિંસા જેવા બનાવોને અટકાવવા માટે મહીલા પોલીસની “શી” ટીમની રચના કરવામાં આવી છે.જે “ શી” ટીમનો શુભારંભ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીલી ઝંડી ફરકાવીને કર્યો હતો.
શહેરમાં અવારનવાર મહિલાઓ પર થતાં અત્યાચાર, હિંસા અને છેડતી જેવાં બનાવો પર અંકુશ મેળવવા માટે મહીલા પોલીસની “ શી” ટીમની રચના કરવામાં આવી છે. મહીલાઓ, બાળકો અને વૃદ્ધો માટે મદદરૂપ થવાના હેતુથી આ ટીમની રચના કરવામાં આવી છે.જે શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં એક” શી” ટીમ બનાવવામાં આવી છે.
આ ટીમોને પોલીસ વાન પણ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે.જે દરેક પોલીસ મથકે મહિલા પોલીસની ટીમ વાન સાથે સજ્જ થઈ પેટ્રોલિંગ પણ કરશે.આ અનોખા પ્રયાસમાં “ શી” ટીમમાં શિક્ષિત અને તાલીમબદ્ધ થયેલી પાંચ થી સાત મહીલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ ટીમો તકેદારી રાખીને કાર્યરત થશે.