ભારત અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી દ્વિપક્ષીય શ્રેણીમાં ભુવનેશ્વર કુમારે કરેલા ડેબ્યુને એક દાયકો વિતી ગયો છે. ભુવનેશ્વરે તેની આંતરરાષ્ટ્રીય કેરિયરના બીજા બોલે ઓપનર નાસિર જમશેદને મુશ્કેલીમાં મૂકીને તેના સ્ટમ્પ ઉખાડી નાખ્યા હતા, પરંતુ છેલ્લા બે વર્ષમાં તે આવો બોલ ફેંકી શક્યો નથી. તે કેટલાક સારા ‘સ્પેલ’ બોલિંગ કરે છે, પરંતુ સારી ટીમો સામે આ કરિશ્મા અથવા ‘એક્સ ફેક્ટર’ દેખાતું બંધ થઈ ગયું છે, તેણે 78 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેનો ઈકોનોમી રેટ 7.02 ઠીકઠાક લાગે છે, પરંતુ તે ‘ડેથ ‘ઓવર’ની જવાબદારી સંભાળવામાં લાબા સમયથી નિષ્ફળ જઇ રહ્યો છે.
ભુવી પાસે ડેથ ઓવરનો પાવર નથી
ભુવનેશ્વરે 2021થી ભારત માટે 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, પરંતુ તેમાં તેણે માત્ર 15 વિકેટ ઝડપી છે. એટલું જ નહીં, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે તેણે છેલ્લી ઓવરોમાં (17મી અને 20મી ઓવરની વચ્ચે) 159 બોલ ફેંક્યા છે, જેમાં તેણે 10.03ના ઈકોનોમી રેટથી 266 રન આપ્યા છે. તેણે 23 વધારાના રન આપ્યા છે, આ 23 ઇનિંગ્સમાં તેની બોલિંગમાં 20 ચોગ્ગા અને 12 છગ્ગા પડ્યા છે. આ આંકડા જરાપણ સંતોષજનક નથી, બલ્કે ડરામણા છે કારણ કે તે T20 વર્લ્ડ કપમાં ભારતીય બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે અને ટીમ મેનેજમેન્ટ હજુ પણ મહંમદ શમી ફિટ હોવા અંગે ચોક્કસ નથી.
ડેથ ઓવરમાં જસ્સી જેવું કોઈ નથી
જસપ્રિત બુમરાહની ગેરહાજરીથી ભારતીય આક્રમણ એટલું અસરકારક રહેશે નહીં. જસ્સી એકમાત્ર ભારતીય બોલર છે જે તેની ‘બ્લોકહોલ’ ડિલિવરીઓમાં ચોકસાઈને કારણે ‘પીચના ફાયદા કે નુકસાનના’ સમીકરણને કોરાણે મૂકી શકે છે. યોર્કર બોલ કરવા માટે, તમારે એવી કૌશલ્યની જરૂર છે જેને પિચ સાથે કોઈ લેવાદેવા નથી. બુમરાહનો બોલે પણ ફટકાઓ લાગે છે, પરંતુ તે કદાચ 10 બોલમાંથી માત્ર બે વાર જ બને છે. એટલા માટે તે ખાસ છે.
દીપક ચાહર બોલને અપ ફ્ર્ન્ટ બંને રીતે સ્વિંગ કરવામાં માસ્ટર
દીપક ચાહરની શાર્પ બોલિંગ ભારતને વહેલી વિકેટો લેવામાં મદદ કરી શકે છે. દીપક ચાહર એકમાત્ર એવો બોલર છે જે બોલને ‘અપ ફ્રન્ટ’ અને બંને રીતે સ્વિંગ કરી શકે છે અને પાવરપ્લેમાં બે-ત્રણ વિકેટ મેળવી શકે છે. તેનો ઇનસ્વિંગર તેના આઉટ સ્વિંગરની જેમ ઘાતક છે. તે અત્યારે ભુવનેશ્વર કરતા વધુ સારી કુશળતા ધરાવતો બોલર છે. તેના વર્તમાન ફોર્મ અને કૌશલ્યને જોતાં તેને ભુવનેશ્વર પર પ્રાધાન્ય આપવું જોઇએ, જો કે હાલમાં તે પણ ફિટનેસ પ્રોબ્લેમથી પીડાય રહ્યો છે.
બુમરાહની ગેરહાજરીમાં અર્શદીપ સૌથી સારો વિકલ્પ
ભુવનેશ્વર પાસે ઘણો અનુભવ છે અને તે મેચ જીતી શકે છે, 19મી ઓવરમાં આઠથી 10 રન કોઈ સમસ્યા નથી, પરંતુ હાલમાં તે 15 કે તેથી વધુ રન આપી દે છે. તેનાથી મેચ હાથમાંથી નીકળી જાય છે. અર્શદીપ સારી પ્રતિભા ધરાવતો હોવાથી ભવિષ્યનો બોલર છે. તે એંગલથી બોલિંગ કરી શકે છે જે બેટ્સમેનોને પરેશાન કરે છે. પરંતુ તેને પીચમાંથી થોડી મદદની જરૂર પડે છે. તેની નકારાત્મક બાબત એક જ છે કે તેની પાસે અનુભવ નથી, પ્રેશરવાળી મેચમાં જો તે છ એ છ બોલ સટીકતા સાથે ફેંકી શકતો હોય તો તે કદાચ સૌથી સારો વિકલ્પ બની શકે છે.
હર્ષલ પટેલનો IPL મેજિક હાલમાં મિસિંગ છે
હર્ષલ પટેલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે સિઝનમાં 51 વિકેટ ઝડપી છે, જેના કારણે તે ખૂબ જ લોકપ્રિય બન્યો છે. પરંતુ ડેથ ઓવરોના તેના આંકડા ખૂબ જ નિરાશાજનક છે. હર્ષલ અન્ય ભારતીય બોલર્સ કરતાં વધુ સારી ધીમી બોલિંગ કરે છે. પરંતુ તેની ધીમી ડિલિવરી પ્રભાવિત થાય તે માટે, બોલને પિચ પરથી અટકીને આવે તે જરૂરી છે. જો તમે 2021 IPLમાં હર્ષલનું પ્રદર્શન જુઓ છો, તો આજે પણ ચેપોકમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રમતો હોય અને તેવા સમયે હાલમાં હર્ષલનું ફોર્મ નબળું પડ્યું હોવા છતાં તેને 16મી, 18મી અને 20મી ઓવરમાં રમવામાં મુશ્કેલી પડશે.
ઉમરાન મલિક એક્સ ફેક્ટર સાબિત થાય તેમ હતો
ઉમરાન મલિક પાસે તેની 150 કિમી પ્રતિ કલાકની બોલિંગ સ્પીડ સાથે ‘એક્સ ફેક્ટર’ છે, જો કે તે અનુભવના અભાવને કારણે તે ઘણા રન આપી શકે છે. તે નેટ બોલર તરીકે જઈ રહ્યો હતો પણ વિઝાની સમસ્યાને કારણે તે હવે ઓસ્ટ્રેલિયા નથી જવાનો, જો શમી ઉપલબ્ધ ન હોય તો તેના સ્થાને ઉમરાનને ટીમ સાથે નેટ બોલર તરીકે હજુ પણ લઇ જવો જોઇએ, કે જેથી તેને જરૂર પડ્યે મુખ્ય ટીમમાં સમાવી શકાય.