Sports

વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, કરૂણ નાયર આઉટ

આવતા મહિને શરૂ થનારી ભારત-વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

ટીમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળે તેવી અપેક્ષા છે. આ સિરીઝ માટે રવિન્દ્ર જાડેજાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. દેવદત્ત પડિકલની વાપસી થઈ છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમનાર કરુણ નાયરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે રાજધાની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.

પહેલાથી જ એવી અટકળો હતી કે કરુણ નાયરને શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવશે નહીં. ઇંગ્લેન્ડ પ્રવાસ પર તેનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહોતું અને બરાબર એવું જ થયું. દરમિયાન અક્ષર પટેલ પરત ફર્યો છે, જેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. દેવદત્ત પડિકલ પણ ટીમમાં પાછો ફર્યો છે.

જસપ્રીત બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે પોતાને ઉપલબ્ધ જાહેર કર્યો હતો. બુમરાહે તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાંચમાંથી ફક્ત ત્રણ ટેસ્ટ રમી હતી. જોકે, બે ટેસ્ટ મેચની વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે ભારતની ટેસ્ટ ટીમમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી.

ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વિકેટકીપર ઋષભ પંતને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું. તેથી તે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાંથી બહાર છે. ધ્રુવ જુરેલ તેમની જગ્યાએ પ્રથમ પસંદગીના રિપ્લેસમેન્ટ તરીકે રમશે, જેમાં તમિલનાડુના એન. જગદીશન બેકઅપ તરીકે રહેશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે 15 સભ્યોની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ , અક્ષર પટેલ, નીતીશ કુમાર રેડ્ડી, એન જગદીશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ.

Most Popular

To Top