Sports

ઓસ્ટ્રેલિયાની સિરીઝ પહેલા વિરાટ-અનુષ્કાની બીજી ધાર્મિક મુલાકાત, પહોંચ્યા PM મોદીના ગુરુના આશ્રમે

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર પ્લેયર વિરાટ કોહલીને (Virat Kohli) ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝમાંથી બ્રેક મળ્યો છે. કોહલીને હાલમાં ક્રિકેટમાંથી મળેલા બ્રેકનો પુરેપુરો ફાયદો ઉઠાવી રહ્યો છે. કોહલી હવે પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે ઋષિકેશ પહોંચી ગયો છે. વિરાટ-અનુષ્કા ઋષિકેશ ખાતે સ્વામી દયાનંદ ગિરી (Swami Dayanand Giri) આશ્રમ પહોંચી ગયા છે. સ્વામી દયાનંદ ગિરી પીએમ નરેન્દ્ર મોદીના (PM Modi) ગુરુ (Guru) હતા. કહેવાય રહ્યું છે કે વિરાટ કોહલી અને અનુષ્કા અહીં ધાર્મિક વિધિના અનુસંધાનમાં પહોંચ્યા છે. ધાર્મિક વિધિ મંગળવારે (31 જાન્યુઆરી) થાય તેવી શક્યતા છે.

કોહલીએ ગંગા આરતીમાં ભાગ લીધો
સ્વામી દયાનંદ ગિરી આશ્રમ ઋષિકેશ ખાતે આવેલ છે, જ્યાં 11 સપ્ટેમ્બર 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના આધ્યાત્મિક ગુરુ મળવા પહોંચ્યા હતા. ત્યારથી જ આ આશ્રમ વધુ પ્રખ્યાત થયો. આ કારણે અહીં અનેક દિગ્ગજો આધ્યાત્મિકતા માટેસતત આવ્યે રાખે છે. આ સમયે વિરુષ્કા તેની પુત્રી વામિકા સાથે અહીં આવી પહોંચ્યા છે .આશ્રમના જનસંપર્ક અધિકારી ગુણાનંદ રાયાલે જણાવ્યું કે તેઓ અહીં પહોંચ્યા અને બ્રહ્મલિન દયાનંદ સરસ્વતીની સમાધિના પણ દર્શન કર્યા હતા અને સાથે-સાથે ગંગા ઘાટ પર સંતો અને મહંતો સાથે ગંગા આરતી પણ વિરાટ કહોલીએ ભાગ લીધો હતો.

સારા પ્રદર્શન માટે મા ગંગા પાસેથી આશીર્વાદ લીધા
રુષકેશના આશ્રમમાં તેમની સાથે તેમના યોગ ટ્રેનર પણ રોકાયા છે. મંગળવારે સવારે યોગાભ્યાસ અને પૂજા બાદ વિરૂષ્કા આશ્રમમાં જાહેર ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવશે અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે. તેમના આશ્રમમાં તેમના સિડ્યુલ અંગેની માહિતી મુજબ બન્ને મંગળવારે સાંજે પણ આશ્રમમાં જ રહેશે. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ કહોલી આગામી ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં ભારતના સારા પ્રદર્શન માટે મા ગંગા પાસેથી આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા મેળવવા ઋષિમુનિઓની આધ્યાત્મિક નગરી પહોંચ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટેની ભારતીય ટીમની યાદી
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીન), ઇશાન કિશન (વિકેટકીન), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

આ મુજબ છે ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસના ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક
1લી ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી
નાગપુર બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી
દિલ્હી ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ધર્મશાલા
4થી ટેસ્ટ – 9 થી 13 માર્ચ…

Most Popular

To Top