Sports

ફ્લાઇટમાં ભારતીય ક્રિકેટર સાથે થયું ગેરવર્તન: જમવાનું પણ ન મળ્યું,સમાન પણ થયો ગાયબ !!

નવી દિલ્હી : ટિમ ઇન્ડિયા (Team India) હાલ બાંગ્લાદેશના પ્રવાસ (Travel Bangladesh) ઉપર છે. આ સિરીઝમાં બને ટિમ વચ્ચે ત્રણ વનડે અને બે ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. આ માટે ભારતીય ક્રિકેટ ટિમ બાંગ્લાદેશ પહોંચી ગઈ છે. પણ આ દરમ્યાન ફ્લાઇટમાં (Flight) ભારતીય ક્રિકેટરની સાથે ગેરવર્તન થયું હોવાની ખબરો સામે આવી છે. અને આ વાતનો ખુલાસો ભાતરતીય ક્રિકેટરે જાતે જ કર્યો છે. ફ્લાઇટમાં પ્રવાસ દરમ્યાન તેની સાથે કેવો મિસ બિહેવ કરાયો અને તેને ભોજન પણ પીરસવામાં ન આવ્યું હતું.અસધુરામાં પૂરું તેનો સમાન પણ મિસ થઇ ગયો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ટિમ ઇન્ડિયાનો સ્ટાર બોલર દિપક ચહર (Deepak Chahar) એર મલેશિયાની ફ્લાઇટના માધ્યમથી ઢાકા જવા માટે સફર ઉપર નીકળ્યા હતા. તે દરમ્યાન તેમને કડવો આનુભવ થયો હતો.ચાલો જણાવી દઈએ પ્રવાસ દરમ્યાનનો આખો ઘટના ક્રમ.

ભારતીય ક્રિકેટ ટિમના સ્ટાર બોલર દિપક ચહરની સાથે થયો ગેરવર્તાવ
તમને આ સ્ટાર પ્લેયર વિષે જણાવી દઈએ કે તે ટિમ ઇન્ડિયાનો સ્ટાર બોલર દિપક ચહર છે. તેઓ આ સિરીઝ પહેલા ટિમ સાથે ન્યુઝીલેન્ડના પ્રવાસે હતા જ્યાંથી તેઓ સીધા ઢાકા માટે રવાના થયા હતા.અને ત્યાં બાંગ્લાદેશ સિરીઝ માટે ભારતીય ટિમને જોઈન કરી હતી. અને આ દરમ્યાન ફ્લાઇટમાં તેમની સાથે ગેરવર્તાવ થયો હતો.

એરલાઇન્સમાં તેમનો સમાન પણ નથી મળી રહ્યો
આ ઘટના વિશેની માહિતી દિપક ચહરે તેના ટ્વીટ એકાઉન્ટના માધ્યમથી કરી હતી. તેમને કહ્યું હતું કે તેઓ મલેશિયાની ફ્લાઇટના માધ્યમથી ઢાકા જવા માટે સફર ઉપર નીકળ્યા હતા. તેઓ બિઝનેઝ ક્લાસમાં પ્રવાસ કરી રહ્યા હતા. તે છતાં તેમને ભોજન પીરસવામાં આવ્યું ન હતું.આ ઘટનામાં મોટી વાત એ પણ સામે આવી હતી કે એરલાઇન્સે તેમનો સમાન પણ કયાંક ખોઈ નાખ્યો હતો. આવતી કાલે એટલે કે 4 ડિસેમ્બરે સિરીઝની પહેલી મેચ રમાશે અને આ દરમ્યાન તેઓ છેલ્લા 24 કલાકથી માત્ર તેમના સમાન પાછો મળી જાય તેની રાહ જોઈ રહ્યા છે..

બેઝાવદર એરલાઇન્સની અનેક લાપરવાહીઓ સામે આવી
વધુમાં દિપકે ડીટેલમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,’મલેશિયાઈ એરલાઇન્સ સાથે સફરનો ઘણો કડવો અનુભવ રહ્યો હતો. ફ્લાઇટના મેનેજમેન્ટ દ્વારા વર્તવામાં આવેલી લાપરવાહીમાં પહેલી વાત તો એ હતી કે તેઓ તરફથી કોઈ પણ જાતની સૂચના આપ્યા વગર તેમેને તેમની ફ્લાઇટ બદલી નાખી હતી.બિઝનઝ ક્લાસ હોવા છતાં પણ તેમને ભોજન આપવામાં આવ્યું ન હતું. અને હવે હું મારા લગેજની છેલ્લા 24 કલાકથી રાહ જોઈ રહ્યો છું.

વિલંબ બાદલ એરલાઇન્સે ખેદ વ્યક્ત કર્યો
દિપક ચહરે વધુમાં લખ્યું હતું કે હવે 4 ડિસેમ્બરે મારી મેચ છે છતાં પણ હજુ પણ સમાનનોકોઈ જ આતો-પતો નથી લાગ્યો.મારે મેચ પણ રમવાની છે’ ભારતીય ક્રિકેટરને ફરિયાદ માટેની લિંક એર મલેશિયા તરફથી આપવામાં આવી છે. પણ આ માટે દિપક ચહરે કહ્યું હતું કે આ લિંક પણ ખુલી નથી રહી. જોકે એર મલેશિયા તરફથી ફીડબેક આવ્યું હતું કે, પરિચાલનમાં ખરાબ વાતાવરણ અને ટેક્નિકલ ખામી સર્જાવાથી ખેદ વ્યક્ત કર્યો હતો

Most Popular

To Top