Sports

પ્રથમ T20 મેચમાં ભારતની શાનદાર જીત : સાઉથ આફ્રિકાને હરાવી 1-0ની લીડ મેળવી

નવી દિલ્હી : ભારતે (India) તેની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં (International Match) દક્ષિણ આફ્રિકાને (South Africa) ઘરઆંગણે હરાવ્યું હતું. પ્રિટોરિયામાં રમાયેલી આ મેચમાં ભારતીય અંડર-19 (Indian Under-19) ટીમે પ્રથમ બેટિંગ કરતાં જંગી સ્કોરનો ખડકલો કર્યો હતો. આ મેચમાં સુકાની શેફાલી વર્મા ગોલ્ડન ડક માટે આઉટ થઈ જતાં તેણી સારી શરૂઆત કરી શકી ન હતી. પરંતુ ત્યારબાદ ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઝડપથી રન બનાવીને એક સારો સ્કોર બનાવ્યો જેની સામે યજમાન ટીમની છોકરીઓ સંપૂર્ણ રીતે ઘુટણીએ પડી ગઈ હતી.અંડર 19 T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય મહિલા ટીમે મેળવેલી આ જીત તેમનું મનોબળ વધારનારી સાબિત થશે.

અંડર 19 T20 વર્લ્ડ કપ પહેલા શાનદાર જીત
આ જીત અંડર 19 T20 વર્લ્ડ કપ પહેલા શાનદાર જીત કહી શકાય. ભારતીય મહિલા અન્ડર-19 ક્રિકેટ ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ T20Iમાં 54 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. દક્ષિણ આફ્રિકામાં 14 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ માટે આ શ્રેણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શેફાલીની નિષ્ફળતા છતાં ભારતની મજબૂત બેટિંગ
જો કે,કેપ્ટન શેફાલી વર્મા આ મેચમાં નિષ્ફળ ગઈ હતી. તે છતાં ઓપનર શ્વેતા સેહરાવત અને સૌમ્યા તિવારીએ ક્રીઝ પર જોરદાર બેટિંગ કરી હતી. આ બંને બેટ્સમેનોએ મળીને 10 ઓવર પછી બીજી વિકેટ ગુમાવ્યા વિના ભારતને 58 રન સુધી પહોંચાડ્યું હતું. સેહરાવત અને તિવારીએ 74 બોલમાં 70 રનની ભાગીદારી નોંધાવી હતી. સેહરાવતે 40 રનમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે તિવારીએ ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા. આ બે સિવાય વિકેટકીપર રિચા ઘોષે 15 અને તિતાસ સંધુએ અણનમ 13 રન બનાવ્યા હતા. યજમાન ટીમ તરફથી કાયલા રીનેકે અને આયાન્દા એચએ બે-બે વિકેટ લીધી હતી.

ભારતીય બોલરોએ સસ્તામાં દક્ષિણ આફ્રિકાને તંબુ ભેગા કર્યા
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતે પાંચ વિકેટે 137 રન બનાવ્યા હતા. મીડિયમ પેસર શબનમ શકીલે 15 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ ત્રણ ઓવરમાં 10 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓફ સ્પિનર ​​અર્ચના દેવીએ 14 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી રેઈનકેએ સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. તેમના સિવાય માત્ર 10-10 રન બનાવનાર મેડિસન લેન્ડસમેન અને જેમ્મા બોથા જ ડબલ ફિગરના આંકડાને સ્પર્શી શકનારી એકમાત્ર દક્ષિણ આફ્રિકાની ખેલાડી હતી. ટીમ આઠ વિકેટે 83 રન જ બનાવી શકી અને ભારતે 54 રને મેચ જીતી લીધી.

Most Popular

To Top