આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતના નવા ટેસ્ટ કેપ્ટન અને ટીમની જાહેરાત અંગે એક મોટી અપડેટ આવી છે. અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ 24 મેના રોજ ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. તે જ તારીખે ભારતીય ક્રિકેટ ટીમના નવા ટેસ્ટ કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવશે.
જસપ્રીત બુમરાહની ઈજા અંગે ચિંતાઓ વચ્ચે શુભમન ગિલ આ ભૂમિકા માટે સૌથી આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બુમરાહે ત્રણ ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે જેમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં બે ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે.
ભારતીય પસંદગીકારોએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (2024-25) માટે 18 સભ્યોની ટીમ પસંદ કરી હતી. ભારતનો આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસની જેમ ખૂબ લાંબો રહેવાનો છે. આવી સ્થિતિમાં એવી શક્યતા છે કે ભારતીય પસંદગીકારો ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમ પણ પસંદ કરી શકે છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 18 સભ્યોની સંભવિત ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, સાઈ સુદર્શન, શ્રેયસ અય્યર, કરૂણ નાયર, સરફરાઝ ખાન.
આ ખેલાડીઓ પણ પસંદગીના દાવેદાર છેઃ અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, આકાશ દીપ, અભિમન્યુ ઈસ્વારન, અંશુલ કંબોજ, અર્શદીપ સિંહ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, તનુષ કોટિયન, નવદીપ સૈની, ખલીલ અહેમદ.
આ શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હેડિંગ્લીના લીડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થવા જઈ રહી છે, જેની પહેલી મેચ 20 થી 24 જૂન દરમિયાન રમાશે. આગામી ટેસ્ટ મેચ 2 થી 6 જુલાઈ દરમિયાન બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ત્યારબાદ માન્ચેસ્ટર 23 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચનું આયોજન કરશે. આ રોમાંચક શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનના ઓવલ ખાતે રમાશે.