Sports

શું બાંગ્લાદેશ સામે સાત વર્ષ જૂનો હિસાબ ચૂકતો કરશે ટીમ ઈન્ડિયા,માહીની કપ્તાનીમાં મળી હતી કરારી હાર

ઢાકા : આવતીકાલે એટલેકે 4 ડિસેમ્બરથી ટિમ ઇન્ડિયા (Team India) VS બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે ક્રિકેટ મુકાબલો (Cricket Match) રમાશે. બન્ને દેશો વચ્ચે શરુ થનારી વેન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્માનું પુનઃ આગમન થયું છે. આ સીરીઝ ટિમ ઇન્ડિયા માટે આગામી વર્ષમાં રમાનારા વર્લ્ડ કાપના સંદર્ભમાં અતિ મહત્વ પૂર્ણ સાબિત થશે. જેનું મુખ્ય કારણ હવે ટીમે આઈસીસી ઈવેન્ટની તૈયારી શરૂ કરી દીધી છે. હવે આ સિરીઝની વાત કરીયે તો આ સિરીઝમાં સાત વર્ષ પહેલાનો હિસાબ ચૂકતો કરવાની વાત આવી છે. ટિમ ઇન્ડિયા સાત વર્ષ જૂનો બદલો લઇ શકાસે ખરી ? બાંગ્લાદેશમાં એમએસ ધોનીની (MS Dhoni) કપ્તાનીમાં કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચના પરિણામો પણ ચોંકાવનારા હતા.

  • બાંગ્લાદેશની ધરતી પર પણ ભારતનો દબદબો
  • હારનો બદલો લેવાની તક છે અને જૂનો હિસાબ ચૂકતો કરવાનો એક મોકો
  • એમએસ ધોનીની કપ્તાનીમાં કરારી હારનો સામનો કરવો પડ્યો હતો

બાંગ્લાદેશની ધરતી ઉપર ટિમ ઇન્ડિયાનો દબદબો છે
આ પહેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 36 વનડે રમાઈ ચુકી છે. જેમાં ભારતીય ટીમ સંપૂર્ણ રીતે હાવી રહી ચુકી છે. ટીમ ઈન્ડિયાએ આમાંથી 30 મેચ જીતી છે અને માત્ર પાંચ મેચોમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ બાંગ્લાદેશની ધરતી પર પણ ભારતનો દબદબો પણ છે. ટીમ ઈન્ડિયાએ અહીં 22માંથી 17 મેચ જીતી છે. બાંગ્લાદેશ સામેની દ્વિપક્ષીય શ્રેણીમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માત્ર એક જ વાર હારી છે. તે હાર 7 વર્ષ પહેલા ટીમના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોનીના નેતૃત્વમાં મળી હતી.

હારનો બદલો લેવાનો પુરેપુરો મોકો
વાત અહીં ભુતકાળની છે, જયારે ટીમ ઈન્ડિયાએ જૂન 2015માં એમએસ ધોનીના નેતૃત્વમાં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં એવું થયું જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. તે ત્રણ મેચની શ્રેણીમાં બાંગ્લાદેશે ભારતને 2-1થી હરાવ્યું હતું. બાંગ્લાદેશે પ્રથમ મેચ 79 રને અને બીજી મેચ 6 વિકેટે જીતીને શ્રેણી પર કબજો કર્યો હતો. આ પછી ભારતે ત્રીજી અને અંતિમ મેચ 77 રને જીતી લીધી હતી પરંતુ શ્રેણી હારી ગઈ હતી. હવે ટીમ ઈન્ડિયા પાસે તે હારનો બદલો લેવાની તક છે અને જૂનો હિસાબ ચૂકતો કરવાનો એક મોકો છે. તેવું ચોક્કસ રીતે કહી શકાય.

Most Popular

To Top