Vadodara

જે બાળકો પાસે સ્માર્ટફોન કે ઈન્ટરનેટની સુિવધા નથી તેમને શિક્ષકો તેમના ઘરે જઈને શિક્ષણ આપશે

વડોદરાં નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ ની શરૂઆત થઈ ચૂકી છે અન ખાનગી તેમજ સરકારી શાળામાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. વડોદરા મહાનગર પાલકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોરોના સંક્રમણને પગલે ધોરણ-૧ થી ધોરણ-૮ ના ઓનલાઈન વર્ગો શરૂ કરાયા છે અને તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહયું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગરીબ મધ્યમવર્ગના બાળકો જેમની પાસે સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટની સુવધા નથી તેમને માટે શેરી શિક્ષણનું અનોખું અભિયન શરૂ કરાયું છે. આ અંતર્ગત શાળાના શિક્ષણ સમિતિની શાળામાં ભણતા બાળકોના વિસ્તારમાં જઈને પ્રત્યક્ષ શિક્ષણ અપાશે.

શહેરમાં શિક્ષણ સમિતિ સંચાલિત ધોરણ-૧ થી ધોરણ-૮ની ૧૨૦ જેટલી શાળાઓ કાર્યરત છે. જે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી છે. શહેરના મધ્યમ તેમજ ગરીબ વર્ગા ૯૬,૦૦૦ જેટલા બાળકો ભણી રહયા છે ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા જે બાળકો પાસે લેપટોપ કે સ્માર્ટફોન સહિત ઈન્ટરનેટની સુવધા ના હોય તેવા બાળકોની યાદી તૈયાર કરીને તેવા બાળકો માટે શિક્ષણ બાળકોના દ્વારા અર્થાત શેરી શિક્ષણનું અનોખુ અભિયાન શરૂ કર્યુ છે.

છેલ્લા એક સાહથી સમિતિના શિક્ષકો શાળામાં ભણતા બાળકોના ઘરની આસપાસ જઈને એક સાથે બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપી રહયા છે ત્યારે સમિતિ દ્વારા પચાસ ટકા શિક્ષકો શેરી શિક્ષણ માટે ફાળવાયા છે. જે બાળકો પાસે સ્માર્ટફોનની સુવધા ના હોય અને તેમના વાલીને ઈન્ટરનેટ નું ભાડુ પરવડે તેમ ના હય તેવા બાળકોને તેમના વિસ્તારમાં જઈને શિક્ષણ આપી રહયા છે. ૬,૫૦૦ જેટલા વિવિધ વિસ્તારોમાં રહેતા બાળકોને કોવડ ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીનેબેસાડવામાં આવે છે.  કોરોના સંક્રમણને પગલે ઘણા પરિવારોની આર્થિક શિક્ષણની વંચીત ન રહે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા આ શેરી શિક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સમિતિના ૪૦૦થી ૫૦૦ જેટલા શિક્ષકો શાળા નજીકના વિસ્તારોમાં પાંચ સાત બાળકો તેના ગ્રુપને તેમના ધોરણ મુજબ શિક્ષણકાર્ય કરાવી રહયા છે. આ રીતે આર્થિક મુશ્કેલી ના નડે તેના કારણે કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે શેરી શિક્ષણ સમિતિ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. શિક્ષણ સમિતિના શાસનાધકારી ધર્મેન્દ્રસિંહ ચૂડાસમા એ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓની પાસે સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટની સુવધા નથી તેવા વિદ્યાર્થીઓ માટે  સમિતિના ૪૫૦થી વધુ શિક્ષકો બાળકોના વિસ્તારમાં જઈને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરવી રહયાછે. તેઓ લેપટોપ પણ લઈ જાય છે. આ રીતે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની ૧૧૨૦ શાળાના ૬૫૦૦ જેટલા બાળકોને પ્રત્યશિક્ષણ આપવામાં આવેલું છે એ જોઈ કોઈ શાળાનું એક જ બાળક હોય તો તેના ઘરે જઈને પણ શિક્ષકોભણાવી રહયા છે.

Most Popular

To Top