વલસાડ : વાપીમાં કમ્પ્યૂટર ક્લાસમાં જતી એક વિદ્યાર્થિની સાથે એકલતામાં અડપલાં કરી તેને ચૂંબન કરનાર શિક્ષક વિરૂદ્ધ વાપીની સ્પેશ્યલ જજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ કેસમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી જજ ટી. વી. આહુજાએ આરોપી શિક્ષકને દોષિત ઠેરવી તેને 3 વર્ષની સખત કેદ અને રૂપિયા 30 હજારના દંડની સજા કરતો હુકમ કર્યો હતો.
- વિદ્યાર્થિનીને ચૂંબન કરનાર શિક્ષકને શિક્ષક દિનના રોજ 3 વર્ષની સખત કેદ
- વાપીમાં કમ્પ્યૂટર શિક્ષકે વિદ્યાર્થિનીને ચૂંબન કરી અડપલાં કર્યા હતા
વાપીમાં 11 વર્ષ અગાઉ કમ્પ્યૂટર ક્લાસમાં જતી એક વિદ્યાર્થિની ક્લાસમાં વહેલી પહોંચતા ત્યાંના કમ્પ્યૂટર શિક્ષક જાવેદ સગીર ખાને તેને કેબિનમાં બોલાવી તેને જકડી તેની સાથે અડપલાં શરૂ કરી એક ચૂંબન જડી દીધુ હતુ. જેના પગલે ગભરાયેલી વિદ્યાર્થિની ત્યાંથી બહાર નિકળી આવી હતી અને તેણીએ આ બનાવ સંદર્ભે તેના માતા પિતાને જાણ કરી હતી. ત્યારે આ સંદર્ભે તેમણે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પગલે પોલીસે જાવેદની ધરપકડ કરી તેના વિરૂદ્ધ વાપીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં કેસ ચલાવ્યો હતો. જેની સૂનાવણી બાદ 11 વર્ષ બાદ તેનો ચૂકાદો આવ્યો હતો. જેમાં આરોપી જાવેદને કસૂરવાર ઠેરવી તેને 3 વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કરાયો હતો.